Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સમરોલીમાં નવનિર્માણ શાળાના ઓરડાનું બાંધકામ 14 માસથી બંધ! શિક્ષણ મંત્રીએ રૂબરૂ સ્‍થળ મુલાકાત લઈ એક અઠવાડિયામાં કામ ચાલુ કરવાની આપેલી ખાતરીનું સૂરસૂરિયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.28: ચીખલી નજીકના સમરોલી સ્‍થિત વિદ્યાકુંજ પ્રાથમિક શાળાની રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રીની રૂબરૂ મુલાકતના પંદર દિવસ કરતા પણ વધુ સમય વીતવા છતાં 14-માસથી બંધ પડેલ ઓરડાનું બાંધકામ શરૂ ન થતા એક અઠવાડિયામાં બાંધકામ શરૂ થવાની મંત્રીની ખાતરીનું સુરસુરીયું થઈ જવા પામ્‍યું છે. જાહેરમાં આપેલ મંત્રીની ખાતરી પણ પોકળ પુરવાર થતી હોય ત્‍યારે લોકોએ અપેક્ષા કોના પર રાખવી તેવા અનેક સવાલો ઉભા થવા પામ્‍યો છે.
જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં આઠ ધોરણમાં 160-ની આસપાસ વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. અને શાળામાં ઓરડાના અભાવે છેલ્લા 14-માસથી બાળકોને પાળી પધ્‍ધતિમાં પતરાના ખુલ્લા શેડમાં અને પ્રાર્થના હોલમાં શિક્ષણ પૂરું પાડવામાં આવી રહ્યું છે. આ શાળામાં અંદાજે સિતેરેક લાખ રૂપિયાના ખર્ચે સાત જેટલા ઓરડાનું બાંધકામ ચાલી રહ્યું હતું. જેમાં નકરી વેઠ ઉતારાતા સ્‍થાનિકોએ મે-23 માં કામ બંધ કરાવ્‍યુંહતું. જે આજદિન સુધી ચાલુ થયું નથી.
આ દરમ્‍યાન 10-ઓગસ્‍ટ-24 ના રોજ રાજ્‍યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસરિયા ચીખલીમાં વન મહોત્‍સવના કાર્યક્રમમાં પધાર્યા હતા. ત્‍યારે સ્‍થાનિકોની રજૂઆતને પગલે સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળાની રૂબરૂ મુલાકાતે જઈ મંત્રીશ્રીએ મીડિયા સમક્ષ એક અઠવાડિયામાં કામ શરૂ કરાવવાની ખાતરી આપી દિવાળી સુધીમાં બાળકો નવા ઓરડામાં બેસી જશે તેવો આશાવાદ વ્‍યક્‍ત કર્યો હતો. આજે મંત્રીની મુલાકાતના પંદર દિવસ કરતા પણ વધુ સમય વીતવા છતાં બાંધકામ શરૂ થયું નથી અને મંત્રીની ખાતરી પોકળ પુરવાર થવા પામી છે. ત્‍યારે ભરોસાની સરકારમાં લોકોએ ભરોસો કોના પર રાખવો તે મોટો સવાલ છે.
સમરોલીની વિદ્યાકુંજ પ્રાથમિક શાળામાં ઓરડાના બાંધકામમાં સ્‍થાનિકોની ગેરરીતિની ફરિયાદ બાદ સંબંધિત તંત્ર દ્વારા કોન્‍ક્રીટ સહિતનાના નમૂના લેવાયા હતા. જેનો રિપોર્ટ આવ્‍યા બાદ કામ શરૂ કરવાનું રટણ જવાબદાર અધિકારીઓ કરી રહ્યા છે. ત્‍યારે એવી તો કેવી લેબ કે કેવું પરીક્ષણ કે જેનો રિપોર્ટ 14-14 માસ સુધી ન આવતો હોય? ગતિશીલ ગુજરાતમાં સાચી ગતિ આજ હોય તેમ લાગે છે.

ત્રીસથી વધુ બાળકોએ એલસી કઢાવી ગયાં
સમરોલીની આ શાળામાં ઓરડાનો અભાવ હોય શાળામાં પાળીપધ્‍ધતિ કરતા તેની વિપરીત અસર એવી થઈ કે આ 14-માસના સમય દરમ્‍યાન ત્રીસથી વધુ વાલીઓ પોતાના બાળકોના એલસી કઢાવી ગયા અને જેની અસર મહેકમ પર પડવા સાથે ઘર આંગણે શાળા હોવા છતા દુરની શાળામાં જવાની નોબત આવતા બાળકો સાથે વાલીઓની પણ મુશ્‍કેલી વધી છે. પાળી પધ્‍ધતિમાં બાળકો ઘરે એકલા રહે તેનાથી શ્રમજીવી પરિવારોને અનેક મુશ્‍કેલી પડતા આ પ્રકારની સ્‍થિતિ સર્જાઈ હોવાનું જાણવા મળતું હતું.
લો – બોલો શિક્ષણ મંત્રી કહે અઠવાડિયામાં કામ ચાલુ કરાવું, અધિકારી કહે રીપોર્ટ આવ્‍યો નથી
ડીપીઇઓ અરુણભાઈ અગ્રવાલના જણાવ્‍યાનુસાર સમરોલી શાળામાં ઓરડાના બાંધકામ બાબતે ગાંધીનગર પત્ર લખેલ છે. અને નિર્ણય ગાંધીનગર થી જ લેવાશે રિપોર્ટ આવ્‍યા બાદ વધુ ખબર પડશે.

Related posts

વલસાડ જિલ્લાનું નૈસર્ગિક સૌદર્ય સોળે કળાએ ખીલ્યું: ચીચોઝરના શિવધોધનું અનોખુ આકર્ષણ:

vartmanpravah

દમણ લાયન્‍સ પરિવાર અને સિનિયર સિટીઝન કાઉન્‍સિલ દ્વારા ‘સિનિયર સિટીઝન ડે’ની ઉજવણી કરાશે

vartmanpravah

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં “કોવિડ- 19 રસીકરણ મેગા કેમ્પ”ને સુંદર પ્રતિસાદ: એક જ દિવસમાં 46503નું રસીકરણ કરાયું

vartmanpravah

ચીખલીના દેગામમાં સુજલામ સુફલામ યોજના હેઠળ ખોદાતા તળાવમાંથી માટીનો બારોબાર નિકાલ થતો હોવાની ગ્રામજનોમાં ઉઠી રહેલી ચર્ચા

vartmanpravah

અખિલ બ્રહ્માંડની અધિષ્ઠત્રી જગદંબા સદૈવ કલ્‍યાણકારી છેઃ પ્રફુલભાઇ શુક્‍લ

vartmanpravah

Leave a Comment