October 14, 2025
Vartman Pravah
Breaking Newsદમણસેલવાસ

જિલ્લા પ્રશાસનની અનુમતિ સાથે સંઘપ્રદેશમાં મહત્તમ 200 વ્‍યક્‍તિઓની મર્યાદા સાથે હાઉસિંગ સોસાયટીઓ તથા રહેણાંક વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ યોજી શકાશે

  • જાહેર જગ્‍યાઓ, પાર્ટી પ્‍લોટ, ક્‍લબો, હોટલો અને બીજી આવી ખુલ્લી જગ્‍યાઓમાં નવરાત્રિ મહોત્‍સવ યોજવા સામે પ્રશાસને લગાવેલી રોક

  • કોવિડ-19ના નીતિ-નિયમોનું પાલન કરવું પડશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં જાહેર જગ્‍યાઓ, પાર્ટી પ્‍લોટ, ક્‍લબો, હોટલો અને બીજી આવી ખુલ્લી જગ્‍યાઓમાં નવરાત્રિ મહોત્‍સવ યોજવા સામે રોક લગાવવામાં આવી છે. જ્‍યારે હાઉસિંગ સોસાયટીઓ, રહેણાંક વિસ્‍તાર વગેરેમાં જિલ્લા પ્રશાસનની પૂર્વ મંજૂરી અને કોવિડ પ્રોટોકોલના પાલન સાથે 200 વ્‍યક્‍તિઓની મર્યાદામાં ગરબા અને દુર્ગાપૂજા યોજવા માટે પરવાનગી આપવામાં આવી છે. પરંતુ જિલ્લા પ્રશાસનની અનુમતિ લેવાની રહેશે.
સંઘપ્રદેશ પ્રશાસને આજે જારી કરેલ પરિશિષ્‍ટમાં વધુમાં જણાવાયું છે કે, નવરાત્રિના આયોજનમાં ભાગ લેવાવાળા દરેક વ્‍યક્‍તિઓનું પૂર્ણ ટીકાકરણ થયું હોવાનું સુનિヘતિ કરવું પડશે. જ્‍યારે ગરબા અને દુર્ગાપૂજાના વિસર્જન દરમિયાન 20થી વધુ લોકો સામે જળાશયમાં મૂર્તિ લઈ જવા ઉપર પાબંદી લગાવવામાં આવી છે. નવરાત્રિ મહોત્‍સવદરમિયાન માસ્‍ક, થર્મલ સ્‍ક્રીનિંગ, સોશિયલ ડિસ્‍ટન્‍સિંગ તથા સેનેટાઈઝરના ઉપયોગના સંદર્ભમાં કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવાનું રહેશે.
અત્રે નોંધનીય છે કે, સંઘપ્રદેશ પ્રશાસને હાઉસિંગ સોસાયટીઓ અને રહેણાંક વિસ્‍તારમાં 200 વ્‍યક્‍તિઓની મહત્તમ મર્યાદા સાથે ગરબા તથા દુર્ગાપૂજા માટે આપેલી અનુમતિથી ગ્રામ્‍ય વિસ્‍તારોમાં નવરાત્રિ મહોત્‍સવ ધૂમ મચાવશે.

Related posts

દમણવાડા ગ્રામ પંચાયત ભ્રષ્‍ટાચાર મુક્‍ત પારદર્શક શાસન સાથે વિકાસના કામોમાં પણ અગ્રેસરઃ સરપંચ મુકેશ ગોસાવી

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

દાનહ અને દમણ-દીવના વીજ ગ્રાહકો માટે ગયા વર્ષની તુલનામાં 2024નો પ્રારંભ નોંધપાત્ર બચત કરવાની સાથે શરૂ થયો

vartmanpravah

પારડીના કલસર ગામે ચોકી ફળિયા ખાતે થયેલા કાર અને બાઈકની અકસ્‍માતની ફરીયાદ નોંધાઈ

vartmanpravah

ગુજરાત સ્‍ટેટ રોડ સેફટી એવોર્ડ-2022માં સમગ્ર રાજ્‍યમાં પ્રથમ સ્‍થાને સરકારી પોલિટેકનિક વલસાડ

vartmanpravah

વાપીમાં ઈ-મિત્ર મની ટ્રાન્‍સફર ઓફીસમાં ધોળે દિવસે 30 હજારની લૂંટની ઘટના ઘટી

vartmanpravah

Leave a Comment