Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સંઘપ્રદેશમાં કોવિડ-19ના રોકથામ માટે આરોગ્‍ય વિભાગે શરૂ કરેલા તકેદારીના પગલાં ‘‘કોરોના કો હરાના હૈ દો ગજ દુરી, માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી”: ફરી ગુંજતો થયેલો મંત્ર

  • આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે મેડિકલ સ્‍ટોર, ખાનગી હોસ્‍પિટલ, ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોર, મોલ, વાણિજ્‍યક ગતિવિધિ, હોટલ તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ માટે જારી કરેલા આદેશોઃ કોવિડ-19ના પ્રોટોકોલનું પાલન કરવા ભલામણ

  • ખાનગી હોસ્‍પિટલોમાં ફલૂના લક્ષણ સાથે આવતા દર્દીઓને નજીકના સરકારી આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં કોવિડ-19ના ટેસ્‍ટિંગ માટે મોકલવા તાકિદ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.27: વિશ્વભરમાં કોવિડ-19ના દર્દીઓની અચાનક સંખ્‍યા વધતાં સંઘપ્રદેશ પ્રશાસને પણ તકેદારીના પગલાં લેવાની શરૂઆત કરી છે. સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવ ડો. તપસ્‍યા રાઘવે જરૂરી દિશા-નિર્દેશો જારી કરી ખાનગી હોસ્‍પિટલ અને મેડિકલ સ્‍ટોરમાં પર્યાપ્ત દવાઓ, માસ્‍ક, હેન્‍ડ સેનિટાઈઝર તથા ગ્‍લોવ્‍ઝનો જથ્‍થો યોગ્‍ય માત્રામાં રાખવા તાકિદ કરી છે. તેમણે ડિપાર્ટમેન્‍ટલ સ્‍ટોર, મોલ્‍સ અને આવી વાણિજ્‍યક ગતિવિધિ સાથે સંકળાયેલા તથા ઈન્‍ડસ્‍ટ્રીઝ અને હોટલોના સંચાલકોને પણ કોવિડ-19 પ્રોટોકોલનું પાલન થાય તે નિヘતિ કરવા જણાવાયું છે.
અત્રે નોંધનીય છે કે, 31મીડિસેમ્‍બરની ઉજવણીની રંગીન રાતમાં ગ્રાહકોને બે ગજની દુરી, હેન્‍ડ સેનિટાઈઝર તથા માસ્‍ક પહેરે તે બાબતની કાળજી સંચાલકોએ રાખવી પડશે. કારણ કે, કોરોના કો હરાના હૈ તો દો ગજકી દુરી માસ્‍ક ઔર હેન્‍ડ સેનિટાઈઝર હૈ જરૂરી.
સંઘપ્રદેશના આરોગ્‍ય સચિવે તમામ ખાનગી હોસ્‍પિટલોને ફલૂ જેવા લક્ષણો સાથેના આવતા દર્દીઓને નજીકના સરકારી આરોગ્‍ય સુવિધા કેન્‍દ્રમાં કોવિડ-19ના ટેસ્‍ટિંગ માટે મોકલવા પણ તાકિદ કરી છે.

Related posts

વાપી સરવૈયા નગરના રહિશો ખુલ્લા ટ્રાન્‍સફોર્મર અને ગંદકીના સામ્રાજ્‍યમાં જીંદગી જીવવા લાચાર

vartmanpravah

ટુકવાડામાં પાંજરામાં રાખેલ મારણ કરવા જતા ખુંખાર દિપડો પાંજરે પુરાયો

vartmanpravah

વાપીમાં સિંધી સમાજ દ્વારા ચેટીચાંદની ધુમધામ પૂર્વક ઉજવણી

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવારી કરાવી બેસાડવાના નામ ઉપર દુકાન ચલાવનારાઓ બેઆબરૂ

vartmanpravah

વેલુગામ સ્‍થિત દોડીયા સીન્‍થેટીક્‍સ લિમિટેડ કંપનીના કર્મચારીઓ દિવાળી બોનસ નહીં મળતા હડતાલ પર

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં ચાર્ટર્ડ એકાઉન્‍ટ તેમજ જી.એસ. ટી. દિવસની ઉજવણી થઈ

vartmanpravah

Leave a Comment