September 22, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતપારડી

પારડી સી.એચ.સી.ખાતે ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ : કોરોનાની ત્રીજી લહેરની અગમચેતી તૈયારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.17
પારડી સીએચસી ખાતે 25 જેટલા બેડોને એક સાથે ઓક્‍સિજન મળી રહે એવા ઓક્‍સિજન પ્‍લાન્‍ટનો શુભારંભ પારડીના ધારાસભ્‍ય અને ગુજરાતના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે કરવામાં આવ્‍યો હતો .
આપણે સૌ જાણીએ જ છે કે કોરોનાની છેલ્લી બે લહેર દરમિયાન અનેક લોકોએ ઓક્‍સિજન વિના જીવ ગુમાવ્‍યા હતા અનેબહારથી ખૂબ મોંઘા ભાવે પણ ઓક્‍સિજન મેળવવા લોકો ઝઝૂમી રહ્યા હતા. ત્‍યારે હાલમાં ત્રીજી લહેરની શરૂઆત થઇ ચૂકી હોય ગુજરાત સરકાર કોઈપણ અનિચ્‍છનીય બનાવ નહીં બને અને ગઈ લહેરની જેમ કોઈને ઓક્‍સિજન વિના જાન ગુમાવ્‍યા નહીં પડે તેને ધ્‍યાનમાં લઇ દરેક તાલુકામાં ધારાસભ્‍યશ્રીના ફંડમાંથી ઓક્‍સિજન પ્‍લાન્‍ટ ની શરૂઆત કરી રહી છે.
એવી જ રીતે પારડી સી એચ સી સેન્‍ટર ખાતે 25 જેટલા લોકોને એક સાથે ઓક્‍સિજન મળી રહે એવા ઉમદા હેતુને લઈ આ પ્‍લાન્‍ટ લોકો માટે પારડીના ધારાસભ્‍ય અને ગુજરાત સરકારના કેન્‍દ્ર મંત્રી શ્રી કનુભાઈ દેસાઇના હસ્‍તે ખુલ્લો મુકવામાં આવ્‍યો હતો .ગઈકાલે સાંજે પધારેલ શ્રી કનુભાઈ દેસાઈનું સી.એચ.સી.ના મુખ્‍ય ડોક્‍ટર સિંઘ દ્વારા પુષ્‍પગુચ્‍છથી એમનું સન્‍માન કરવામાં આવ્‍યું હતું. ત્‍યારબાદ દિપ પ્રાગટય કરી સૌ મહેમાનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
ધારાસભ્‍ય સાથે પધારેલ વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી કમલેશભાઈ પટેલ પારડી શહેર ભાજપ પ્રમુખ શ્રી રાજેશભાઈ પટેલ, પારડી નગરપાલિકાના પ્રમુખ એવા શ્રી હસુભાઇ રાઠોડ તથા સરદાર ભિલાડવાળા બેંકના પૂર્વ ચેરમેન એવા શ્રી શરદભાઈ દેસાઈ અને શ્રી હર્ષદભાઈ દેસાઈ, જિલ્લા આરોગ્‍ય અધિકારી ડોકટર શ્રી અનિલ પટેલ, પ્રાંત અધિકારી, મામલતદાર આ તમામનુંસ્‍વાગત ડોક્‍ટર વિરેન્‍દ્ર ગરાઈ, ડોક્‍ટર સવિતાબેન, ડોક્‍ટર તરુણ રાઠોડ, ડોક્‍ટર મયુર પટેલ, ડોક્‍ટર અવની પટેલ, ડોક્‍ટર ધારા પટેલ વિગેરેઓના હસ્‍તે આ તમામ મહેમાનનોનું સ્‍વાગત કરવામાં આવ્‍યું હતું.
આ ઉપરાંત આ કાર્યક્રમમાં નગરના અગ્રણી એવા શ્રી રાજેશભાઈ રાણા, શ્રી કાંતિભાઈ પટેલ , શ્રી અરવિંદભાઈ સઘાડિયા, શ્રી નિલેશભાઈ ભંડારી, શ્રી સંજયભાઈ બારીયા, શ્રી ગોવિંદભાઈ પટેલ, શ્રી દેવેનભાઈ શાહ, પુષ્‍પાબેન પારડીવાળા, વનીતાબેન કટારીયા, શ્રી કેતનભાઈ પ્રજાપતિ વિગેરેઓ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.આ કાર્યક્રમનું સફળ સંચાલન ગુજરાતી કલાકાર એવા શ્રી પ્રીતેશ ભરુચા દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

દાદરા નગર હવેલીના ખેલો ઇન્‍ડિયા સ્‍ટેટ સેન્‍ટર ઓફ એક્‍સેલન્‍સ ખાતે ટેબલ ટેનિસ હાઈ પરફોર્મન્‍સ કેમ્‍પનો પ્રારંભ

vartmanpravah

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah

દાનહ પોલીસ દ્વારા નરોલી ગામે ફલેગ માર્ચ કાઢવામાં આવી

vartmanpravah

દાનહ સંવિધાન ગૌરવ સમિતિએ કરાડ ખાતે આવેલ પોલિટેક્‍નીક કોલેજનું નામ ટૂંકમાં નહી પણ પૂર્ણ ડો. બાબાસાહેબ આંબેડકર પોલિટેક્‍નીક કોલેજ તરીકે લખવા કરેલી અરજ

vartmanpravah

દાનહ અને દમણ-દીવમાં ગૌહત્‍યા વિરોધી કાયદો કડક બનશે : 10 વર્ષની જેલ અને પાંચ લાખનો દંડ

vartmanpravah

ચીખલી તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામોમાં ભાજપ સાથે કોંગ્રેસના ઉમેદવારો પણ મોટી સંખ્‍યામાં જીત મેળવતા કોગ્રેંસમાં દિવાળી જેવો માહોલ

vartmanpravah

Leave a Comment