Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં ગેરેજમાં રિપેરીંગ બાદ કાર પેટ્રોલ ભરાવા ગઈ ત્‍યારે અચાનક પમ્‍પ ઉપર આગ લાગી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: વાપી હાઈવે ઉપર આવેલ ગેરેજમાં રિપેરીંગ માટે આવેલ કાર રિપેર કર્યા બાદ પમ્‍પ ઉપર પેટ્રોલ ભરાવા માટે પેટ્રોલ પમ્‍પ ઉપર ગયેલી કારમાં અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આગના બનાવમાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
વાપી હાઈવે ઉપર આવેલ ગેરેજમાં આજે ગુરૂવારે સવારે ઈકો કાર નં.જીજે 27 ડીએમ 8985 રિપેરીંગ કરવા માટે આવી હતી. રિપેર કર્યા બાદ કાર ચેક કરવા માટે માલિક બાજુમાં આવેલ પેટ્રોલ પમ્‍પ ઉપર પેટ્રોલ ભરાવવા ગયો હતો. જ્‍યાં પેટ્રોલ ભરાવી કાર સ્‍ટાર્ટ કરી ત્‍યારે પમ્‍પ ઉપર કારમાં અચાનક આગ ભભૂકી ઉઠતા કાર માલિક સતર્કતાથી બહાર નિકળી ગયો હતો. ફાયર બ્રિગેડે ઘટના સ્‍થળે આવી તાત્‍કાલિક આગ બુઝાવતા મોટી હોનારત ટળી હતી.

Related posts

વાપી વલસાડમાં રથયાત્રા પૂર્વે પોલીસ તંત્ર એલર્ટ મોડમાં : આજે રથયાત્રાઓ નિકળશે

vartmanpravah

દીવના મહેમાન બનેલા G-20ના પ્રતિનિધિ મંડળે ગુજરાતના ગીરના દેવળિયા લાયન પાર્કની લીધેલી મુલાકાત

vartmanpravah

ભૂલી પડેલી પારડીની માનસિક અસ્‍થિર યુવતીનું 181 અભયમ ટીમે પરિવાર સાથે પુનઃ મિલન કરાવ્‍યું

vartmanpravah

વાપી નજીક કરવડ પાસે કેનાલમાં બાળકનું પગ-માથા વગરનું ધડ મળ્‍યુ

vartmanpravah

રોટરી ક્‍લબ ઓફ વાપી રિવર સાઈડ દ્વારા ‘રંગીન વિચારો’ ચિત્ર સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણના મગરવાડાનો યુવાન દાનહ વાઘચૌડા દમણગંગા નદીમાં ડૂબ્યો અન્ય એક મિત્રને ડૂબતા ગામલોકોએ બચાવ્યો

vartmanpravah

Leave a Comment