(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.02: તા.31મી ઓગસ્ટ 2024ના રોજ વીઆઈએના કોન્ફરન્સ હોલમાં ગુજરાત રાજ્યના નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં વલસાડ જિલ્લાના નવનિયુક્ત કલેકટર શ્રી નૈમેશ એન. દવેનું સ્વાગત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાજેતરમાં વલસાડના જિલ્લા વિકાસ અધિકારી તરીકેનો ચાર્જ સંભાળનાર શ્રી અતિરાગ ચપલોત પણ હાજર રહ્યા હતા અને તેમને વલસાડ જિલ્લાના ડીડીઓ તરીકેની નિયુક્તિ માટે શુભેચ્છા આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વીઆઈએના પ્રમુખ શ્રીસતિષભાઈ પટેલે તમામ સન્માનિત મહેમાનો અને સરીગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (એસઆઈએ), ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (યુઆઈએ) અને મોરાઈ ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશન (એમઆઈએ) ના હાજર હોદ્દેદારો અને સમિતિ સભ્યોને આવકારતા તેમનું સ્વાગત કર્યું, ઉપરાંત તેમણે વીઆઈએના સાથી પદાધિકારીઓ, સલાહકાર બોર્ડના સભ્યો અને વીઆઈએના સમિતિના સભ્યો અને ઉદ્યોગોના સભ્યોનું પણ સ્વાગત કર્યું. તેમણે ઉપસ્થિત લોકોને જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા પરિકલ્પના કરાયેલ ‘‘કેચ ધ રેઈન” પ્રોજેક્ટના ભાગરૂપે, વલસાડ જિલ્લામાં થનારી વોટર રિચાર્જિંગ પ્રવૃત્તિઓ વિશે ચર્ચા કરવા માટે તાજેતરમાં ભારત સરકારના જલ શક્તિના મંત્રી શ્રી સી.આર. પાટીલ દ્વારા મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ પણ હાજરી આપી હતી અને તેમણે ‘કેચ ધ રેન’ અને ‘રેન વોટર હાર્વેસ્ટિંગ’ કરવા માટે ઈન્ડસ્ટ્રીઝ મેમ્બર્સએ ખાસ આગળ આવી, જે એરિયામાં પાણી જમીનમાં ઉતારવાનું છે ત્યાં વોટર હાર્વેસ્ટિંગના બોરવેલ કરી લોકો માટે કામ કરવા અનુરોધ કર્યો હતો. તમામ મહાનુભાવોનું વીઆઈએ, એસઆઈએ, યુઆઈએ અને એમઆઈએના પ્રતિનિધિઓ દ્વારા અને આર.કે. દેસાઈ ગ્રુપ ઓફ કોલેજ વતીથી મિલનભાઈદેસાઈ દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
વલસાડના જિલ્લા વિકાસ અધિકારી શ્રી અતિરાગ ચપલોતે તેમના સંબોધન દરમિયાન જણાવ્યું કે આવા ઉષ્માભર્યા સ્વાગતથી તેઓ સુખદ આヘર્યની લાગણી અનુભવી રહ્યા છે. ત્યારબાદ તેમણે જણાવ્યું કે તેઓ શ્રી સી.આર. પાટીલ દ્વારા યોજાયેલી મીટીંગમાં પણ હાજર હતા અને શ્રી સી.આર. પાટીલે એમના વક્તવ્યમાં જણાવ્યા મુજબ પાણીના સ્તરને ઉન્નત કરવા માટે ગામડાઓમાં બોરવેલ વોટર રિચાર્જિંગ કરવાની જરૂર છે. વીઆઈએને આ કાર્યમાં તેમનો ટેકો આપવા વિનંતી કરી અને ઉમેર્યું કે તેઓ પણ આ કાર્યમાં તેમનું બનતું યોગદાન આપશે. તેવી જ રીતે તેમણે અન્ય ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનને પણ ‘‘કેચ ધ રેઈન” પ્રોજેક્ટ હેઠળ વોટર રિચાર્જિંગ કરવા વિનંતી કરી.
વલસાડ જિલ્લાના કલેકટર શ્રી દવેએ ઉષ્માભર્યા સ્વાગત માટે હાજર એસોસિએશનના તમામ પ્રતિનિધિઓનો આભાર વ્યક્ત કરી જણાવ્યું કે વોટર રિચાર્જિંગ પ્રવૃત્તિને સફળતા પૂર્વક ચલાવવામાં ઉપસ્થિત ઉદ્યોગો અને એસોસિએશનનો સાથ અને સહકાર મળી રહેશે.
નાણા, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સના કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તેમના સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે વલસાડ જિલ્લાના ઈન્ડસ્ટ્રીઝ એસોસિએશનો હંમેશા આ પ્રદેશનાનાગરિકોની સુખાકારી માટે કરવામાં આવતા વિવિધ પ્રયાસોમાં વીઆઈએ અને અન્ય ઉદ્યોગ સંગઠનો અગ્રેસર રહ્યા છે અને મને વિશ્વાસ છે કે, ‘‘કેચ ધ રેઈન” પ્રોજેક્ટ હેઠળની આ પહેલમાં પણ તેઓ ઉત્સાહપૂર્વક જોડાઈને તેને પૂર્ણ કરવામાં તેમનો સંપૂર્ણ સહયોગ આપશે.
વીઆઈએ ના સલાહકાર બોર્ડના સભ્ય શ્રી યોગેશભાઈએ શ્રી દવે અને શ્રી કનુભાઈને ખાતરી આપી હતી કે, વીઆઈએ અને અન્ય એસોસિએશન ચોક્કસપણે અપેક્ષા કરતાં વધુ કરશે.
સ્વાગત સમારંભના આ કાર્યક્રમમાં પારડીના પ્રાંત અધિકારી શ્રી અંકિતકુમાર ગોહિલ, વીઆઈએના ઉપપ્રમુખ શ્રી મગનભાઈ સાવલિયા, સહ માનદમંત્રી શ્રી ચંદ્રેશ મારુ, વીઆઈએના પૂર્વ પ્રમુખ શ્રી કમલેશ પટેલ, વીઆઈએના સલાહકાર બોર્ડના સભ્યો શ્રી એ.કે. શાહ, શ્રી શિરીષભાઈ દેસાઈ, શ્રી યોગેશભાઈ કાબરિયા, શ્રી મિલનભાઈ દેસાઈ, શ્રી રજનીશ આનંદ, શ્રી પ્રકાશભાઈ ભદ્રા, વીઆઈએના કાર્યકારી સમિતિના સભ્યો શ્રી હેમંતભાઈ પટેલ, શ્રી કાંતિભાઈ ગોગદાણી, શ્રી શૈલેન્દ્ર વિસપુતે, શ્રી વી.આર. પટેલ, શ્રી મિતેશ દેસાઈ, શ્રી અશોક પાટીલ, શ્રી દેવેન્દ્ર પટેલ, શ્રી પુરણસિંહ રાઠોડ, શ્રી મહેશ કોલંબે, શ્રી દિવ્યેશ જોષી અને ઘણા ઉદ્યોગોના સભ્યો, એસઆઈએના પ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, માનદમંત્રી શ્રી કૌશિકભાઈ પટેલ અને તેમની ટીમનાહોદ્દેદારો અને સમિતિના સભ્યો, યુઆઈએના ઉપપ્રમુખ શ્રી ભગવાનભાઈ ભરવાડ અને તેમની ટીમ ઉપસ્થિત રહ્યા હતા.
વીઆઈએ ના કો-ઓપ્ટ સભ્ય શ્રી હેમાંગભાઈ નાયકે આભારવિધિ સાથે સભાનું સમાપન કર્યું હતું.
