January 16, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

વલસાડ સીટી પોલીસમાં ફરજ બજાવતા મહિલા જી.આર.ડી.નું હાર્ટ એટેકથી મૃત્‍યુ

33 વર્ષિય જી.આર.ડી. મયુરીબેન સરવૈયા ગુરૂવારે ફરજ પુરી કરી ઘરે ગયા હતા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.16
વલસાડ સીટી પોલીસ સ્‍ટેશનમાં ફરજ બજાવતા જી.આર.ડી. મયુરીબેન સરવૈયાનું હાર્ટ એટેકથી મોત નિપજ્‍યું હતું. મોતના સમાચાર બાદ પોલીસ બેડામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
વલસાડ સીટી પોલીસ સ્‍ટેશનમાં જી.આર.ડી. તરીકે ફરજ બજાવતા 33 વર્ષિય મયુરીબેન સરવૈયા ગુરૂવારે તેમની ફરજ પુરી કરીને ઘરે ગયા હતા તે દરમિયાન હૃદય રોગનો હુમલો આવતા તેમનું મૃત્‍યુ થયું હતું. આજરોજ યોજાયેલ અંતિમ યાત્રામાં પોલીસ વિભાગના તમામ મહિલા જી.આર.ડી. સહિત પોલીસ જવાનો જોડાયા હતા. સાથી મહિલા જી.આર.ડી.ના મોતને પગલે સીટી પોલીસમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્‍યો હતો. એક હપ્તા પહેલાં તિથલ દરિયામાં મહિલા કોન્‍સ્‍ટેબલના અપમૃત્‍યુ બાદ પોલીસ વિભાગમાં આ બીજો બનાવ બનતા સૌ કોઈ શોકમગ્ન હતા.

Related posts

દીવ શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિરમાં કેવડાત્રીજ વર્તની પૂજા થઈ

vartmanpravah

ધરમપુર જુજવા ગામે આઈ.પી. ગાંધી સેકન્‍ડરી સ્‍કૂલમાં આગ લાગતા દોડધામ મચી : સદ્દનસીબે કોઈ જાનહાની નહી

vartmanpravah

દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં સંઘપ્રદેશ કક્ષાની શાળાકીય રમત-ગમત સ્‍પર્ધાનું સમાપન

vartmanpravah

કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈની ઉપસ્‍થિતિમાં જી20 અંતર્ગત વાપી નગરપાલિકા દ્વારા એકાંકી નાટક યોજાયો

vartmanpravah

દમણ જિલ્લા આદિવાસી સમાજે મણિપુરની ઘટનાના સંદર્ભમાં જિલ્લા કલેક્‍ટરને આપેલું આવેદનપત્ર

vartmanpravah

પરિવારથી વિખૂટી પડેલી મહારાષ્‍ટ્રની મહિલાનું વલસાડના સખી વન સ્‍ટોપ સેન્‍ટરે પરિવાર સાથે મિલન કરાવ્‍યું

vartmanpravah

Leave a Comment