January 16, 2026
Vartman Pravah
Breaking NewsOtherસેલવાસ

દાનહની દૂધની અને કૌંચા પંચાયતોમાં રોજગાર મેળાનું કરાયેલું આયોજન

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23 : દાનહ જિલ્લા કલેક્‍ટરશ્રીનાં માર્ગદર્શન હેઠળ પ્રદેશની દરેક પંચાયતોમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દૂધની અને કૌંચા ગ્રામ પંચાયતના કોમ્‍યુનિટિ હોલ ખાતે આયોજીત રોજગાર મેળામાં યુવાન-યુવતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. બન્ને પંચાયતમાંથી કુલ 27 અરજી મળી હતી. જે અરજી ડિરેક્‍ટર ઈન્‍ડસ્‍ટ્રીઝના ઓફિસર શ્રી આશિષ દ્વારા સ્‍વીકારવામાં આવી હતી અને નોકરીવાંચ્‍છુ યુવાન ભાઈ- બહેનોને નોકરી માટે તેમની અરજીઓનુંવેરિફિકેશન બાદ યુવક-યુવતિઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્‍યું હતું. જેમાં સરકારી કચેરીમાં/ઈન્‍સ્‍ટ્રીઝમાં નોકરી મેળવવા માટે કોર્ષ કરવા માટે માહિતગાર કરવામાં આવ્‍યા હતા અને નોકરી આપવામાં આવી હતી. આ રોજગાર મેળામાં બંને ગ્રામ પંચાયતના સરપંચ, જિલ્લા પંચાયત સભ્‍ય, પંચાયત સભાસદો અને અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

સલવાવ સ્‍વામિનારાયણ અંગ્રેજી માધ્‍યમના વિદ્યાર્થીઓનો ચેસ ટૂર્નામેન્‍ટમાં ઉત્‍કૃષ્‍ટ દેખાવ

vartmanpravah

દમણવાડા ગ્રામ પંચાયતે સિંગલ યુઝ પ્‍લાસ્‍ટિકના પ્રતિબંધની સાથે તમાકુ ગુટખા મુક્‍ત પંચાયત બનાવવા પણ વ્‍યક્‍ત કરેલો સંકલ્‍પ

vartmanpravah

દાનહમાં 04 કોરોના પોઝીટીવ કેસ નોંધાયા

vartmanpravah

દમણવાડા ગ્રા.પં. દ્વારા બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓને તેમના ઘરે જઈ આપેલી વેલકમ કિટઃ પાઠવેલી શુભકામના

vartmanpravah

આજે સંઘપ્રદેશની સરકારી શાળાઓમાં પ્રવેશોત્‍સવઃ ધોરણ 1માં પ્રવેશ મેળવનારા બાળકોનું થનારૂં સન્‍માન

vartmanpravah

વલસાડ કોપરી ફાટક ઉપર બસ ફસાતા મુસાફરોના જીવ પડીકે બંધાયા : ટ્રેન અટકી જતા મોટી દુર્ઘટના ટળી

vartmanpravah

Leave a Comment