Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આજે વલસાડની સરસ્‍વતી સ્‍કૂલમાં જિલ્લા પંચાયતના પ્રમુખ મનહરભાઈ પટેલની અધ્‍યક્ષતામાં શિક્ષક દિન ઉજવાશે

જિલ્લા કક્ષાના એક અને તાલુકા કક્ષાના 6 શ્રેષ્ઠ શિક્ષક-શિક્ષિકાઓનું સન્‍માન કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.04: ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા પ્રેરિત વલસાડ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી તથા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી દ્વારા ડો.સર્વપલ્લી રાધાકળષ્‍ણનની જન્‍મ જંયતિ શિક્ષક દિન નિમિત્તે તા.5 સપ્‍ટેમ્‍બર 2024ના રોજ પ્રાથમિક, માધ્‍યમિક અને ઉચ્‍ચત્તર માધ્‍યમિક શાળાઓમાં ફરજ બજાવતા તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોના સન્‍માન સમારોહ જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી મનહરભાઈ પટેલના અધ્‍યક્ષસ્‍થાને સવારે 10 કલાકે અબ્રામા સ્‍થિત સરસ્‍વતી ઈન્‍ટરનેશનલ સ્‍કૂલ ખાતે યોજાશે.
શ્રેષ્ઠ શિક્ષકોના સન્‍માનની સાથે સાથે નવી શાળાના વિદ્યાર્થીઓનો આવકાર, પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું સન્‍માન અને 100 ટકા પરિણામ ધરાવતી સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાને સન્‍માનપત્ર એનાયત કરાશે. આ પ્રસંગે મુખ્‍ય મહેમાન તરીકે લોકસભાના દંડક અને વલસાડ-ડાંગના સાંસદ સભ્‍યશ્રી ધવલભાઈ પટેલ, અતિથિ વિશેષ તરીકે ઉમરગામના ધારાસભ્‍ય રમણલાલ પાટકર, વલસાડના ધારાસભ્‍ય ભરતભાઈ પટેલ, કપરાડાના ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્‍યઅરવિંદભાઈ પટેલ, વલસાડ જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિના અધ્‍યક્ષ કેતનભાઈ પટેલ તેમજ વિશેષ મહેમાન તરીકે જિલ્લા કલેકટરશ્રી નૈમેષ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી અતિરાગ ચપલોત અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડો.કરનરાજ વાઘેલા ઉપસ્‍થિત રહેશે.
જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વાપીના દેગામની મુખ્‍ય પ્રાથમિક શાળાના શિક્ષક અશ્વિનભાઈ સી. ટંડેલ, તાલુકા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે વલસાડના ડુંગરીની સ્‍ટેશન પ્રાથમિક શાળાના શિક્ષિકા પ્રીતિબેન કે. પટેલ, વાપી અજીતનગર પ્રાથમિક શાળાના શિક્ષક શિવકુમાર જે. સિંઘ, ઉમરગામના કલગામની નઈ તાલીમ શાળાના શિક્ષિકા છાયાકુમારી ડી. પટેલ, ઉમરગામના તલવાડા પ્રાથમિક શાળાના શિક્ષિકા પૂનમ કે. પંચાલ, ધરમપુરના પેંણધા ગામની આંધોળી પ્રાથમિક શાળાના શિક્ષિકા દર્શનાબેન આર. પટેલ અને કપરાડાની ચાવશાળા પ્રાથમિક શાળાના શિક્ષિકા જિજ્ઞાબેન બી. પટેલનું સન્‍માન કરાશે.
-000-

Related posts

કેન્‍દ્રીય મંત્રી ધર્મેન્‍દ્ર પ્રધાને લિંગ સમાનતાને આગળ વધારવા અને યુવાન લોકોને સશક્‍ત બનાવવા માટે ‘CRIIIO 4 GOOD’ મોડ્‍યુલ લોન્‍ચ કર્યા

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટરના અધ્યક્ષ સ્થાને હર ઘર તિરંગા અભિયાનની બેઠક મળી: જિલ્લામાં તા. 13 થી તા. 15 ઓગસ્ટ સુધી સતત 3 દિવસ સુધી તિરંગો લહેરાશે

vartmanpravah

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં જનહિતલક્ષી નિર્ણય

vartmanpravah

વાપી ડુંગરાથી ટયુશન જવાનું કહી નિકળેલી ચાર સગીરાઓ નવસારી સ્‍ટેશનએ ઝડપાઈ

vartmanpravah

સરકારી પોલીટેક્‍નિક કોલેજ દમણમાં ‘ફેકલ્‍ટી ડેવલપમેન્‍ટ પ્રોગ્રામ’નો આરંભ

vartmanpravah

ધરમપુર ધર્મ જાગરણ સંસ્‍થા દ્વારા ગણેશ મહોત્‍સવના ઉપલક્ષમાં બાપ્‍પાની 300 મૂર્તિઓનું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

Leave a Comment