(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ધરમપુર, તા.૦૫: જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર (રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ મંત્રાલય, ભારત સરકાર) ધરમપુર ખાતે બોમ્બે એસોસિએશન ફોર સાયન્સ એજ્યુકેશન (BASE), નેહરુ સાયન્સ સેન્ટર, મુંબઈ (NSCM) અને બેયર વાપી પ્રાઈવેટ લિમિટેડના સંયુક્ત ઉપક્રમે તા. 01.09.2024 ના રોજ ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓ માટે પ્રાયોગિક કૌશલ્ય-આધારિત કસોટી Test Your Experiment Skills-2024 Level-1 નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કસોટીના ભાગરૂપે વિદ્યાર્થીઓએ હેન્ડબુક મુજબ 3 કલાકના સમયમાં ભૌતિક, રસાયણ અને જીવ વિજ્ઞાનના વિવિધ પ્રયોગો કરવાના હતા જેમાં 75% ગુણ મેળવનાર વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય છે. જેમાં વલસાડ જિલ્લાની The Wesleyan English Medium higher Secondary School, Vapi નાં કુલ 20 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જે પૈકી 6 વિદ્યાર્થીઓ Level-1 માં ઉત્તીર્ણ થયા હતા અને Level 2 માટે ક્વોલિફાય થયા હતા. જેમને પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. નિર્ણાયકોએ વિધ્યાર્થીઓ ને ઉપયોગી સૂચનો આપ્યા હતા. Test Your Experiment Skills-2024 Level-1નુ આયોજન આગામી દિવસોમાં થશે॰ જેમાં વલસાડ જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ www.tinyurl.com/skilltestdscd01 પર રજીસ્ટ્રેશન કરી ભાગ લઈ શકશે.
આ કાર્યક્રમ ના ભાગ રૂપે ડૉ.દેહિન ભગત, પ્રો.હેમિલ પટેલ, પ્રો.સાવન પટેલ શ્રીમદ રાજચંદ્ર વિદ્યાપીઠ કરંજવેરી, ધરમપુરએ નિર્ણાયક તરીકે ની ભૂમિકા ભજવી હતી. શ્રી પ્રજ્ઞેશ ડી. રાઠોડ, એજ્યુકેશન ઓફિસર, જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર એ કાર્યક્રમનું સંચાલન કર્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા વિજ્ઞાન કેન્દ્રના ઇનોવેશન હબના મેન્ટર શ્રી રાહુલ શાહ અને ગાયત્રી બિષ્ટ તથા એજ્યુકેશન ટ્રેની શિવાની પટેલ, કિંજલ પટેલ, સુરેશ ભોયા અને મિલન દેશમુખે પણ મહત્વની ભૂમિકા ભજવી હતી. કાર્યક્રમ ને સફળ બનાવવા જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ના તમામ સ્ટાફે અમૂલ્ય સહયોગ આપ્યો હતો.