October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

સેલવાસ ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં ‘શિક્ષક દિન’ની કરવામાં આવી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : આજે ‘રાષ્‍ટ્રીય શિક્ષક દિવસ’ના નિમિત્તે સેલવાસના ઝંડાચોક સ્‍થિત અંગ્રેજી માધ્‍યમ શાળામાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી.
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્‍ણન્‌ના જન્‍મ દિવસને સમગ્ર દેશમાં‘શિક્ષક દિન તરીકે’ ઉજવવામાં આવે છે. તેઓ વિવિધ ધર્મ અને તત્‍વચિંતનનાં જાણીતા વિદ્વાન હતા, તેઓ 20મી સદીનાં એ વિદ્વાનોમાંના એક હતા, જેમણે પૂર્વીય અને પヘમિી વિચારો અને તત્‍વચિંતન વચ્‍ચે સેતુબંધ સમાન કાર્ય કર્યું હતું. તેઓએ ભારતીય તત્‍વચિંતનને પヘમિી વિચારસરણીની ઓળખ કરાવી અને પヘમિી જગતને, અંગ્રેજીભાષીઓને, ભારતીય ધાર્મિક અને ચિંતનીય સાહિત્‍યનો રસાસ્‍વાદ કરાવ્‍યો હતો. તેઓ ભારતનાં પ્રથમ ઉપરાષ્‍ટ્રપતિ (1952-1962) અને દ્વિતિય રાષ્‍ટ્રપતિ (1962-1967) હતા.
આજના શિક્ષક દિવસ નિમિત્તે સેલવાસના ઝંડાચોક ખાતેની સરકારી અંગ્રેજી માધ્‍યમ શાળામાં શિક્ષક દિવસની ખુબ જ આનંદ-ઉત્‍સાહથી ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓએ શિક્ષકની ભૂમિકા નિભાવી હતી. દરમિયાન શાળામાં વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્‍યું હતું. આ અવસરે શાળાના શિક્ષકોનો આચાર્યશ્રી દ્વારા પ્રોત્‍સાહક ઈનામ આપી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા.
આ અવસરે શાળાના આચાર્યા શ્રીમતી મનીષા પવાર, ઉપ આચાર્ય શ્રી પ્રકાશસિંહ સોલંકી, શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્‍થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્‍યો હતો.

Related posts

કપરાડા-ધરમપુરમાં ફરજ બજાવતા જી.આર.ડી. જવાનો બે માસ પગારથી વંચિત : હોળીના તહેવારો બગડયા

vartmanpravah

કોવિડ-૧૯ મહામારીને ધ્યાનમાં લઈ દીવમાં ગણેશ ઉત્સવ દરમિયાન નીતિ-નિયમોનું ઉલ્લંઘન કરાયું તો આઈપીસીની વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરવા દીવ જિલ્લા કલેક્ટર સલોની રાયનું ફરમાન

vartmanpravah

વઘઈ કૃષિ વિજ્ઞાન કેન્‍દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ પધ્‍ધતિ સંબંધિત પ્‍લોટ કમ નિદર્શન યોજાયું

vartmanpravah

શનિવારે દાદરા નગર હવેલીમા ચાર ઇંચથી વધુ વરસાદ વરસ્‍યો

vartmanpravah

વાપી નૂતનનગરના એક બંગલામાંથી 9 ફૂટ લાંબા વિશાળકાય અજગરનું રેસ્ક્યું કરાયું

vartmanpravah

સમરોલી ગામે રહેતી પરિણીત મહિલા ગુમ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી.

vartmanpravah

Leave a Comment