January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

લોકસભાની ચૂંટણીમાં વાંસદા વિધાનસભામાં સમાવિષ્‍ટ ચીખલી અને ખેરગામના ગામોમાં કોંગ્રેસની લીડ ઘટીઃ દબદબો યથાવત રહ્યો

41 ગામો પૈકી 28મા કોંગ્રેસ આગળ જ્‍યારે માત્ર 13 ગામોમાં ભાજપ આગળ રહ્યું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી (વંકાલ), તા.12: ગત વિધાનસભાની સરખામણીએ વાંસદા વિધાનસભા મત વિસ્‍તારમાં સમાવિષ્ટ ચીખલી અને ખેરગામ તાલુકાના 41 જેટલા ગામોમાં કોંગ્રેસની લીડ ઘટી છે પરંતુ ભાજપ એ પણ હરખાવા જેવું નથી હાલની લોકસભાની ચૂંટણીમાં ભાજપની 41 ગામો પૈકી માત્ર 13 જેટલા ગામોમાંસરસાઈ જોવા મળી છે તેમાં વધુ મતદાન ધરાવતા મોટા ગામ એવા રુમલામાં 991 મત ઉપરાંત કલીયારીમાં 564, આમધરામાં 357, હરણગામમાં 149, સાદડવેલમાં 171, સિયાદામાં 163, તોરણવેરામાં 152 નો સમાવેશ છે. બાકીના ગામોમાં ભાજપને પાતળી સરસાઈ મળી છે. રૂમલામાં ગત વિધાનસભાની સરખામણીએ આ વખતે સરસાઈ વધી છે.
કોંગ્રેસને 41 પૈકી મહત્તમ એટલે કે 28 ગામોમાં સરસાઈ મળી છે. જેમાં વધુ સરસાઈ વાળા ગામો જોઈએ તો રાનવેરીકલ્લામાં 515, ખરોલીમાં 770, માણેકપોરમાં 509, સારવણીમાં 620, અંબાચમાં 400, પાટીમાં 550, ઢોલુમ્‍બરમાં 528, રાનવેરીખૂર્ડમાં 269, કુકેરીમાં 393, ખાંભડામાં 330, કાકડવેલમાં 371, ગોડથલમાં 266, ધોલારમાં 334, પાણીખડકમાં 335, ધોડવણીમાં 509, માંડવખડકમાં 591 સહિતના ગામોનો સમાવેશ થાય છે.
આમ ગત વિધાનસભાની ચૂંટણીની સરખામણીમાં કોંગ્રેસની લીડ ગતિ હતી 41 પૈકી 28 ગામોમાં કોંગ્રેસને 8300 ની આસપાસ સરસાઈ મળી છે. જ્‍યારે ભાજપને 13 ગામોમાં 2859 જેટલા મતોની સરસાઈ મળી છે.
ચીખલી તાલુકા પંચાયતમાં કુકેરી,થાલા અને કાકડવેલ એમ ત્રણને બાદ કરતાં 25-જેટલા તાલુકા પંચાયત સભ્‍યો ભાજપના ચૂંટાયેલા છે. અને જિલ્લા પંચાયતની તો તમામ બેઠકો ભાજપે કબ્‍જે કરી હતી.જોકે લોકસભાની ચૂંટણી પૂર્વે કુકેરી બેઠકના જિલ્લા પંચાયત સભ્‍ય પ્રકાશભાઈએ ભાજપને રામ રામ કરી કોંગ્રેસમાં ઘર વાપસી કરી હતી.
ચીખલી તાલુકામાં જે ગામો ગણદેવી વિધાનસભામાં છે તેમાં મોટેભાગેના ગામોમાં ભાજપનો હાથ ઊંચો રહ્યો છે. પરંતુ તાલુકાના વાંસદા વિધાનસભામાં સમાવિષ્ટ ગામોમાં મોટેભાગે તાલુકા જિલ્લા પંચાયતના સભ્‍યો ભાજપના હોવા છતાં ભાજપની સ્‍થિતિ સુધરી છે. પરંતુ નબળી તો રહી જ છે. અને કોંગ્રેસનો જ હાથ ઉપર રહ્યો છે. ત્‍યારે હવે પછી આવનારી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપે આ ગામોમાં વિસ્‍તારમાં વધુ મહેમત કરવી પડશે એ ચોક્કસ છે.

Related posts

ટુકવાડા સ્‍થિત પોદાર જમ્‍બો કિડમાં વાર્ષિકોત્‍સવની ઉજવણી થઈ

vartmanpravah

વલસાડ પારનેરા રોડ ઉપર દારૂનો વિપુલ જથ્‍થો ભરેલ કાર બુટલેગરે આઈસ્‍ક્રીમ ટેમ્‍પોને ટક્કર મારતા ટેમ્‍પો પલટી ગયો

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં પોસ્‍ટર કોન્‍ટેસ્‍ટનું કરાયેલું આયોજન

vartmanpravah

મોબાઇલ અને બાઈક છોડાવવા માટે હોમગાર્ડ પાસે રૂા.ચાર હજારની લાંચ લેતા દાનહના આઈએસઆઈને સીબીઆઈએ કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસના કેટલાક નામાંકિત બિલ્‍ડરોની સોસાયટી દ્વારા ડોકમરડી ખાડીમાં છોડાતું ગંદું પાણી

vartmanpravah

વલસાડના મગોદ શાંતિમંદિર ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment