સનાતન હિંદુ સંસ્કૃતિના મહિમા અને જ્ઞાન બાળકોમાં આવે તે માટે સ્કૂલમાં કર્યું આયોજન
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી,તા.26: ઠેર ઠેર નાતાલની ઉજવણી થઈ રહી છે. હિંદુ સંસ્કૃતિ સંસ્કાર અને પરંપરા ધીરે ધીરે વિસરાઈ રહ્યા છે તેથી સનાતન હિંદુ સંસ્કૃતિના જતન માટે વાપી છીરીમાં કાર્યરત જ્ઞાનગંગા સ્કૂલમાં તૂલસી પૂજનનું આવકાર્ય આયોજન કરવામાં આવ્યું હતું. તુલસી પૂજન કાર્યક્રમમાં 1 હજાર ઉપરાંત બાળકોએ ભાગ લઈને આસ્થા પૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું.
ડુંગરા આશ્રમના મુકેશભાઈ મહારાજની રાબહરીમાં તુલસી પૂજન કાર્યક્રમ જ્ઞાનગંગા સ્કૂલમાં યોજાયો હતો. મહારાજ મુકેશભાઈએ શાષાોક્ત વિધી વિધાન પૂર્વક બાળકોને તુલસી પૂજન કરાવ્યું હતું તેમજ તુલસી, પીપળા જેવા વૃક્ષ છોડનો મહિમા બાળકોને સમજાવ્યો હતો. બાળકોએ તુલસી માતાની પૂજા-અર્ચના વંદન કરી શ્રધ્ધાપૂર્વક તુલસી માતાનું પૂજન કર્યું હતું. સ્કૂલ સંચાલક શૈલેષભાઈ પટેલએ જણાવ્યું હતું કે, બાળકો અને આજની પેઢી હિંદુ સનાતન સંસ્કૃતિ-પર્વ વિસરી રહ્યા છે. નાતાલને જાણે છે પણ પોતાની સંસ્કૃતિ અને પરંપરાથી દૂર થઈ રહ્યા છે. તેથી બાળકોને આધ્યાત્મિક સંસ્કાર આવે તે માટે સ્કૂલમાં પ્રત્યેક હિન્દુ તહેવાર તેના મહિમા સાથે ઉજવવામાં આવે છે. શાળાના આચાર્ય સુનીલ નાયરે સ્ટાફ, મહારાજ તથા વિદ્યાર્થીઓનો આભાર પ્રગટ કરી સર્વને ખાસ અભિનંદન પાઠવ્યા હતા.