September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીમાં રોડના ખાડા પૂજન કરી કોંગ્રેસ અને આપના કાર્યકરોએ પાલિકાને 10 દિવસમાં ખાડા પુરવા આપેલું અલ્‍ટિમેટમ

10 દિવસમાં ખાડા નહી પુરાશે તો પાલિકાની તાળાબંધી કરવાની કાર્યકરોએ ચીમકી ઉચ્‍ચારી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.06: વાપી શહેર પૂર્વ-પશ્ચિમ વિસ્‍તારોના રોડો ઉપર પડી ગયેલા ખાડાઓ માટે વિરોધ પક્ષ આંદોલન ચલાવી રહેલ છે. થોડા સમય પહેલા ખાડાઓમાં છોડ વાવવાનો કાર્યક્રમ કર્યો હતો. આજે શુક્રવારે કોંગ્રેસ અને આપના કાર્યકરોએ રોડના ખાડાઓનું પૂજન કરીને પાલિકાને 10 દિવસમાં ખાડા પુરી રોડ સરખા બનાવાનું અલ્‍ટીમેટમ આપ્‍યું હતું.
વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ નિમેશ દેસાઈ તથા પાલિકા વિરોધ પક્ષના નેતાખંડુભાઈ અને કાર્યકરોએ વાપીમાં તમામ રોડ તૂટી ફૂટી ગયા છે. તેને મરામત કરાવામાં આવે તેવી બુલંદ હાકલ સાથે ખાડા પૂજનનો કાર્યક્રમ યોજ્‍યો હતો. વાસ્‍તવિકતા પણ એવી જ છે. શહેરના તમામ 10 વોર્ડના આંતરીક અને જાહેર રોડ ચોમાસામાં તૂટી ચૂક્‍યા છે. લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્‍યારે આ મામલો કોંગ્રેસ શરૂઆતથી આંદોલન ચલાવી રહેલ છે. આજે પાલિકા સામે દેખાવો યોજીને બાદમાં ખાડા પૂજન કાર્યક્રમ યોજ્‍યો હતો. તદ્દઉપરાંત વિરોધ પક્ષના નેતા ખંડુભાઈએ પાલિકાને અલ્‍ટીમેટમ આપ્‍યું હતું કે 10 દિવસમાં ખાડા નહી પુરાય, રોડની મરામત કામગીરી પુર્ણ નહી કરાય તો મોટુ આંદોલન કરીને પાલિકાની તાળાબંધી કરીશું.

Related posts

નરોલીમાં નશાની હાલતમાં ઘરમાં ઘૂસી મહિલાની છેડતી બાબતે પરિવારના સભ્‍યોએ માર મારતા નિપજેલા મોતના ગુનામાં પોલીસે પાંચ આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

એસઆઈએ અને સરીગામ જીપીસીપી દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની કરેલી ઉત્‍સાહભેર ઉજવણી

vartmanpravah

સીબીએસઈ દ્વારા લેવાયેલ ધોરણ 10 અને 12ની પરીક્ષાના જાહેર થયેલા પરિણામ: દમણ-દીવમાં ધોરણ 12નું 89.29 ટકા અને ધોરણ 10નું 94.17 ટકા આવેલું પરિણામ

vartmanpravah

સલવાવની સ્‍વામિનારાયણ સ્‍કૂલમાં વી.એચ.પી. દ્વારા 59 મા સ્‍થાપના દિનની ઉજવણી કરાઈ

vartmanpravah

વાપી કરવડમાં નવનિર્માણ થતી પ્‍લાસ્‍ટીક કંપનીમાં આગ લાગી : લાખોના મશીન-સરસામાન ખાખ

vartmanpravah

વાપી નજીક અંબાચ ગામે મકાનમાં શોર્ટ સર્કિટથી મકાનમાં આગ લાગી :રાચ-રચિલું-ઘરસામાન બળીને ખાખ

vartmanpravah

Leave a Comment