-
સંઘપ્રદેશ પ્રશાસને પેટા ચૂંટણીમાં નાણાંના પ્રભાવને રોકવા શરૂ કરેલી કાર્યવાહી
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.18
લોકસભાની દાદરા નગર હવેલી બેઠક માટે અગામી તા.30મી ઓક્ટોબરના રોજ યોજાનારી પેટા ચૂંટણીમાં મતદારોને પ્રભાવિત કરવા માટે નાણાંના થતા પ્રયોગને રોકવા ચૂંટણી પંચે આપેલા દિશા-નિર્દેશ મુજબ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડો. રાકેશ મિન્હાસે દાદરા નગર હવેલીની તમામ બેંકો પાસેથી રૂા.1 લાખ કરતા વધુની જમા-ઉપાડની છેલ્લા બે મહિનાથી માહિતી આપવા તાકિદ કરી છે.
એક બેંક એકાઉન્ટમાંથી આરટીજીએસ મારફત કેટલીક વ્યક્તિઓને કરવામાં આવેલ નાણાંની ટ્રાન્સફરના સંદર્ભમાં પણ માહિતી મંગાઈ છે અને કોઈપણ રાજકીય પક્ષ દ્વારા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન રૂા.1 લાખ કરતા વધુનો ઉપાડ અને જમાની વિગતો માંગવામાં આવી છે.