Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટતંત્રી લેખ

મધ્‍ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્‍થાન રાજ્‍યોની ચૂંટણીના પરિણામમાં ભાજપને મળેલ ઐતિહાસિક વિજય અને પ્રચંડ જન સમર્થનથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં પણ વિકાસ અને સુશાસનની રાજનીતિનો જયઘોષ

  • 2019ની લોકસભા ચૂંટણીમાં પણ મોદી સરકાર અને સંઘપ્રદેશ પ્રશાસને કરેલા વિકાસ કામોનો પડેલો પડઘો

  • 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મોહનભાઈ ડેલકરે કોંગ્રેસ સાથે છેડો ફાડી અપક્ષ તરીકે ઝંપલાવ્‍યું હતું: અપક્ષ ઉમેદવાર બનવા પહેલાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કોંગ્રેસની પરવા કર્યા વગર પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનની વિકાસ યોજનાઓની જાહેરમાં કરતા હતા પ્રશંસા
  • 2024માં મોદી સરકારની હેટ્રિક બાદ ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાનહ અને દમણ-દીવ વિકાસની નવી નવી ઊંચી ઉડાનો સાથે પશ્ચિમ ભારતનું મુખ્‍ય પ્રવાસન ઔદ્યોગિક અને શૈક્ષણિક હબ પણ બની શકે છે

વિવારે મધ્‍ય પ્રદેશ, છત્તિસગઢ અને રાજસ્‍થાન રાજ્‍યોની ચૂંટણીના પરિણામમાં ભારતીય જનતા પક્ષને ઐતિહાસિક વિજય અને મળેલા પ્રચંડ જન સમર્થનથી હવે સમગ્ર દેશમાં વિકાસ અને સુશાસનની રાજનીતિનો જયઘોષ થતો જોવા મળ્‍યો હતો. પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના વચનો અને યોજનાઓ પ્રત્‍યેલોકોને અતૂટ વિશ્વાસ હોવાની પ્રતિતિ પણ આજના ચૂંટણી પરિણામોએ કરાવી છે. જેની અસર દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં પણ જોવા મળી રહી છે.
2019ની લોકસભા ચૂંટણીના પરિણામ ઉપર નજર દોડાવીએ તો સ્‍પષ્‍ટ થાય છે કે, દાદરા નગર હવેલી અને દમણ-દીવના મતદારો પણ વિકાસ અને પ્રશાસનિક વ્‍યવસ્‍થાની સાથે રહેનારાથી પ્રભાવિત થાય છે. 2019ની લોકસભા ચૂંટણી પહેલાં દાદરા નગર હવેલીના દરેક ઘર સુધી પહોંચેલી વિકાસ યોજનાઓના કારણે મોદી સરકાર અને પ્રશાસનની પ્રતિષ્‍ઠા શિરમોર હતી. છતાં અનુラકૂળ સ્‍થિતિનો ફાયદો ઉઠાવવા માટે તે સમયે સ્‍થાનિક પ્રદેશ ભાજપ સંગઠન નિષ્‍ફળ રહ્યું હતું. તેની સામે પ્રદેશ ભાજપની ઉદાસિનતાનો ફાયદો લઈ તત્‍કાલિન પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને 2019ની લોકસભા ચૂંટણીના અપક્ષ ઉમેદવાર મોહનભાઈ ડેલકરે કોંગ્રેસની પરવા કર્યા વગર પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને સંઘપ્રદેશ પ્રશાસનની વિકાસ યોજનાઓની જાહેરમાં પ્રશંસા કરવાનું શરૂ કર્યું હતું. તેમણે વારંવાર જણાવ્‍યું હતું કે, દાદરા નગર હવેલીના ઈતિહાસમાં પહેલી વખત સાચી દિશામાં વિકાસના શ્રીગણેશ થઈ રહ્યા છે.
દિલ્‍હી ખાતે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ મેડિકલ કોલેજની ફાળવણી બદલ તેમનો ઋણ સ્‍વીકાર પણ પોતાના જિલ્લા પંચાયતના પ્રતિનિધિમારફત કર્યો હતો અને જ્‍યારે સેલવાસ ખાતે શ્રી નરેન્‍દ્રભાઈ મોદીનું આગમન થયું ત્‍યારે સ્‍વયં મોહનભાઈ ડેલકરે ઉપસ્‍થિત રહી તેમનું અભિવાદન અને ઋણ સ્‍વીકાર પણ કર્યું હતું. આ તમામ સ્‍થિતિ તે સમયે મોહનભાઈ ડેલકર માટે એક અપક્ષ ઉમેદવાર તરીકે રાજકીય રીતે તેમની તરફેણમાં રહી હતી. કારણ કે, અપક્ષ તરીકે વિજેતા બન્‍યા બાદ કેન્‍દ્રમાં મોદી સરકારને તરફેણ કરશે એવો વિશ્વાસ પણ લોકોમાં પેદા કરાયો હતો.
હવે જ્‍યારે કેન્‍દ્રમાં મોદી સરકાર 2024ની લોકસભા ચૂંટણીમાં 400 બેઠકો પાર કરશે એવા સર્વેક્ષણો આવી રહ્યા છે અને ત્રણ રાજ્‍યોની ચૂંટણીમાં મળેલ બમ્‍પર જીતના કારણે વિશ્વાસ પણ દૃઢ બન્‍યો છે ત્‍યારે ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસ માટે શાસક પક્ષના સાંસદ હોવા ખુબ જરૂરી હોવાનું અનુભવે પ્રતિત થઈ રહ્યું છે.
મોદી સરકાર 2.0ના ગઠન બાદ દાદરા નગર હવેલી અને દમણ-દીવના વિકાસના દાયકાની શરૂઆત થઈ છે. હવે 2024માં મોદી સરકારની હેટ્રિક બાદ આ ટચૂકડાં કેન્‍દ્ર શાસિત પ્રદેશ વિકાસની કેવી ઊંચી ઉડાન ભરશે તેની કલ્‍પના કરવી પણ મુશ્‍કેલ છે. કારણ કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની સીધી દૃષ્‍ટિ દાદરા નગર હવેલી અને દમણ-દીવ ઉપર રહેલી છે. તેમની કૃપાદૃષ્‍ટિના કારણે જ આજે આ ટચૂકડાં કેન્‍દ્રશાસિત પ્રદેશે એક વિકસિત રાજ્‍ય કરતાં પણ શિક્ષણ, ઈન્‍ફ્રાસ્‍ટ્રક્‍ચર, પ્રવાસન, ઉદ્યોગ વગેરે ક્ષેત્રે મોટી હામ ભીડી છે.

એક્‍સ્‍ટ્રા કોમેન્‍ટ

ત્રણ મોટા રાજ્‍યોમાં ભાજપને મળેલી બમ્‍પર જીતના કારણે હવે દાદરા નગર હવેલી અને દમણ-દીવના રાજકીય સમીકરણો પણ બદલાઈ રહ્યા છે. લોકોને કોંગ્રેસ સહિત વિરોધી પક્ષો માટે કોઈ ખાસ પ્રેમ નહીં હોવાનું પ્રતિત થયું છે. તેમાં કેન્‍દ્ર સરકારને આધિન રહેલા ટચૂકડા સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં તો શાસક પક્ષની સાથે જ રહેવાની પરંપરા છે. તેથી દાદરા નગર હવેલી અને દમણ-દીવની બંને બેઠકો ભાજપ માટે હવે હોટ ફેવરિટ બનતી જઈ રહી હોવાનું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે.

Related posts

વાપી નાઝાબાઈ રોડ, મચ્‍છી માર્કેટ વોર્ડ નં.8 રોડના અધુરા કામ પુરા, યુવા કોંગ્રેસની પાલિકામાં રજૂઆત

vartmanpravah

દમણમાં દિવસ દરમિયાન 3 ઈંચ કરતા ખાબકેલો વધુ વરસાદઃ દાનહમાં ઠેર ઠેર પાણી ભરાવાની બનેલી સમસ્‍યા

vartmanpravah

ભાજપના રાષ્‍ટ્રીય હાઈકમાન્‍ડ દ્વારા દાનહ અને દમણ-દીવભાજપના યુવા નેતા વિશાલભાઈ ટંડેલને આસામ રાજ્‍યના ઓબીસી મોર્ચાના પ્રભારી તરીકેની આપેલી મહત્‍વની જવાબદારી

vartmanpravah

સી.આર. પાટીલના ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ તરીકે બે વર્ષ પૂર્ણ : વાપી ભાજપે કરેલી ઉજવણી

vartmanpravah

સેલવાસના આરડીસી ચાર્મી પારેખ અભ્‍યાસ માટે વિદેશ જતાં સેલવાસના આરડીસી તરીકે પ્રિયાંક કિશોરની કરાયેલી નિયુક્‍તિઃ દાનિક્‍સ અધિકારી કરણજીત વાડોદરિયાને સેલવાસ સ્‍માર્ટ સીટીના સી.ઈ.ઓ. તરીકેની આપવામાં આવેલી જવાબદારી

vartmanpravah

વલસાડ માલવણ કોસ્‍ટલ હાઈવે ઉપર મધરાતે બુટલેગરની કારે 19 ગાયો અડફેટે લીધી : 11 એ જીવ ગુમાવ્‍યા

vartmanpravah

Leave a Comment