(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: ચીખલીના હોન્ડમાં અમદાવાદ – મુંબઈ હાઇવે સ્થિત કાવેરી નદીના પૂલ પરથી ડામરની સપાટી ગાયબ થઈ જવા સાથે મસમોટા ખાડા પડતા હાઇવે ઓથોરિટી દ્વારા વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. જોકે મરામત કરાયા બાદ પણ વરસાદ વરસતાની સાથે સ્થિતિ જૈસે થે ની થઈ જતી હોય હાલે આ પુલ પરથી વાહન વ્યવહાર બંધ રાખવાનું જહાઇવે તંત્ર દ્વારા મુનાસિબ માનવામાં આવ્યું હોય તેમ લાગે છે. અહી બીજો પૂલ હોવાથી વાહન વ્યવહાર અટકતો નથી પરંતુ મરામત બાદ પણ ખાડાનું નિરાકરણ ન આવતું હોય તેવામાં નક્કર કામગીરીનો અભાવ હોવાનુ જણાઈ રહ્યું છે.