December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તેજલાવનો કાર માલિક ઘરે જ હોવા છતાં બગવાડા ટોલનાકા પર ફાસ્‍ટેગથી રૂપિયા કપાયા

કાર માલિક નવીનભાઈ કરસનભાઈ પટેલે ચીખલી પોલીસમાં કરેલી રજૂઆત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.10: ચીખલીમાં કારના એસીના ધંધા સાથે સંકળાયેલા નવીનભાઈ છેલ્લા દસેક દિવસથી તેમની કાર સાથે બહાર ગયા જ નથી.
પ્રાપ્ત વિગત મુજબ તેજલાવ ગામના મોચીવાડમાં રહેતા નવીનભાઈ કરસનભાઈ પટેલ કે જેઓ ચીખલી ખાતે કારમાં એસી મરામત કરવાની ગેરેજ ધરાવે છે. આજે સવારે તેઓ તેમની મારુતિ સુઝુકીની બ્રેઝા કાર નં.જીજે-21-સીબી-7388 ઘરે જ હોવા છતાં 5:46 કલાકે બગવાડા ટોલનાકા પર તેમની ઉપરોક્‍ત કારના ફાસ્‍ટેગ આઈડી 120104336 માંથી ટોળની 75-રૂપિયા જેટલી રકમની કપાત થઈ ગઈ હતી. આ અંગેનો મેસેજ તેમના મોબાઈલ ફોન પરઆવતા તેઓ પણ નવાઈ પામવા સાથે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા.
વધુમાં નવીનભાઈ કે તેમની કાર છેલ્લા દસેક દિવસથી બહાર ગઈ જ નથી તેવામાં આજે સવારે 5:46 વાગ્‍યે નેશનલ હાઈવે પરના બગવાડા ટોલનાકા પરથી પસાર થઈ હોય તેમ તેમના ફાસ્‍ટેગમાંથી રકમ કપાઈ જતા આヘર્ય ફેલાવવા પામ્‍યું હતું. જોકે આ અંગે નવીનભાઈ દ્વારા ચીખલી પોલીસ મથકમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે ત્‍યારે હકીકત બહાર આવશે કે કેમ તે જોવું રહ્યું.

Related posts

ધરમપુરમાં સ્‍વર્ગવાહિની નદીના પુલની રેલિંગનો હિસ્‍સો ધસી પડયો : દબાયેલા બે નો ચમત્‍કારીક બચાવ

vartmanpravah

ઉમરગામ પાલિકાના સ્‍વચ્‍છતા પખવાડિયા અંતર્ગત આગળ વધતું સફાઈ અભિયાન

vartmanpravah

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

વાપીમાં બેસુમાર અતિવૃષ્‍ટિથી ચોમેર જમીન ત્‍યાં જળની સ્‍થિીતઃ હાલાકીઓ વચ્‍ચે ધબકતું જનજીવન

vartmanpravah

૭૭મા સ્વાતંત્ર્ય પર્વની રાજયકક્ષા ઊજવણી વલસાડ ખાતે

vartmanpravah

સમગ્ર પારડી દેશભક્‍તિના રંગમાં રંગાયું: ઠેરઠેર 75મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી

vartmanpravah

Leave a Comment