Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

સેલવાસમાં ખેલ અને યુવા વિભાગ દ્વારા અંડર-14 બોયઝ-ગર્લ્‍સ અને અંડર 17 બોયઝ-ગર્લ્‍સની પ્રિ-સુબ્રતો કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.28: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રશાસનના ખેલ અને યુવા વિભાગ દ્વારા પ્રિ-સુબ્રતો મુખરજી કપ ફૂટબોલ ટૂર્નામેન્‍ટ-2022નું બે દિવસીય આયોજન દાનહ જિલ્લાની સરકારી અને ખાનગી શાળાના બાળકો માટે સેલવાસના ફૂટબોલ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડમાં કરવામાં આવ્‍યું હતું.
આજે અંડર 14 બોયઝ અને ગર્લ્‍સ તથા અંડર 17 બોયઝ અને ગર્લ્‍સ માટે ટૂર્નામેન્‍ટ યોજાઈ હતી. આ ટૂર્નામેન્‍ટમાં બોયઝ અને ગર્લ્‍સ ફાઈનલમાં જે શાળાના બાળકો વિજેતા બનશે તેઓ આગામી દિવસે 1 ઓગસ્‍ટના રોજ દમણમાં થઈ રહેલ ઈન્‍ટર ડીસ્‍ટ્રીકટ ટૂર્નામેન્‍ટમાં ભાગ લેશે. અહીં જે ટીમ વિજેતા બનશે તે ટીમ 61મા એડિશન ઓફ સુબ્રતો મુખરજી કપ ઈન્‍ટરનેશનલ ફૂટબોલ ટૂર્નામેન્‍ટમાં રમવા માટે નવી દીલ્‍હી ખાતે 1 સપ્‍ટેમ્‍બરથી 17 ઓક્‍ટોબર સુધી આયોજીત થનાર ટૂર્નામેન્‍ટમાં ભાગ લેશે.

Related posts

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે કવરત્તી ખાતે નિર્માણ પામી રહેલા રાજ નિવાસનું કરેલું નિરીક્ષણ

vartmanpravah

ચીખલી તાલુકામાં બે વિદ્યાર્થી અને આરોગ્‍ય કર્મચારી સહિત વધુ ચાર જેટલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ

vartmanpravah

આજથી વલસાડ જિલ્લા સહિત ગુજરાત રાજ્‍યના 55 હજાર વિજ કર્મચારીઓ આંદોલન ઉપર

vartmanpravah

પારડી પોલીસ દ્વારા ગણેશ મહોત્‍સવ અને ઇદે મિલાદના તહેવારને લઈ શાંતિ સમિતિની બેઠકનું થયેલું આયોજન

vartmanpravah

દાનહઃ સાયલીની આલોક ગારમેન્‍ટ કંપનીના સુપરવાઇઝર પર કર્મચારીએ પગાર બાબતે ચપ્‍પુ વડે કરેલો હુમલો

vartmanpravah

Leave a Comment