September 5, 2026
Vartman Pravah
દીવ

શાળા વિકાસ સમિતિ પ્રશિક્ષણનું આયોજન દીવ મુકામે કરવામાં આવ્યું

(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દીવ, તા.૦૩
સમગ્ર શિક્ષા અંતર્ગત SMC/SMDCના સભ્યોની ટ્રેનિગનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું. આ ટ્રેનીગમાં SMC/SMDCનું માળખું, તેમની જવાબદારી, RTE-2009 શાળાવિકાસ યોજના વગેરે વિષયો પર વિસ્તૃત માહિત શ્રી અરવિંદ સોલંકી અને શ્રી માનસિંગ બામાણીયા આપી હતી. આ ટ્રેનિગ દીવમાં જુદા જુદા પાંચ સ્થાને પાંચ દિવસમાં (તારીખ ૨/૦૯/૨૦૨૧ થી ૮/૯/૨૦૨૧ સુધી) કરવામાં આવશે, જેમાં દીવની તમામ સરકારી શાળાઓને આવરી લેવામાં આવશે. આ દરમિયાન કોવિદ-૧૯ની ગાઈડ લાઈનનું ચુસ્ત રીતે પાલન કરવામાં આવશે.
આ કાર્યક્રમમા શ્રી દિનેશભાઈ કાપડીયા DMC કાઉન્સીલર દીવ અને SMC/SMDC ના સભ્યો ઉપસ્થિત રહ્ના હતા.આ સમગ્ર કાર્યક્રમ આયોજન શ્રીમાન દિલાવર મન્સૂરી ઍ. ડી. ઈ. દીવનાં માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર શિક્ષાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

Related posts

ગુરુવારે દમણવાડા ગ્રામ પંચાયત અને ભામટી પ્રગતિ મંડળ દ્વારા ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની શોભા રથયાત્રાનું આયોજન

vartmanpravah

દાનહ પોલીસે 10 વર્ષના છોકરાને શોધી એના માતા-પિતા સાથે મિલાપ કરાવ્‍યો

vartmanpravah

દમણ પરિવહન વિભાગે ઓટોરીક્ષા, ટેક્ષી તથા બસ ચાલકોની આંખની તપાસ માટે યોજેલો મેગા આઈ ચેકઅપ કેમ્‍પ

vartmanpravah

આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત ‘હર ઘર તિરંગા’ અભિયાનને સફળ બનાવવા દાનહના સુરંગી વિસ્‍તારમાં અલગ અલગ બેઠકો યોજાઈ

vartmanpravah

સંઘપ્રદેશ રમતગમત અને યુવા બાબતોના વિભાગ દ્વારા ઓપન લેવલ સ્‍વિમિંગ અને કેરમ સ્‍પર્ધાના સ્‍પર્ધકોને ઈનામ વિતરણ કરાયા

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

Leave a Comment