September 21, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

પંજાબ: ફિરોજપુરમાં પી.એમ. નરેન્‍દ્ર મોદીની સુરક્ષાની સર્જાયેલી ક્ષતિના વિરોધમાં વલસાડ ભાજપ દ્વારા દેખાવો-સુત્રોચ્‍ચાર કર્યા

પંજાબ કોંગ્રેસ સરકાર દ્વારા હાઈસિક્‍યોરીટીમાં છેદ કર્યા હોવાનો ભાજપનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07
વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના પંજાબ ફિરોજપુર જાહેર કાર્યક્રમમાં જતા સર્જાયેલ હાઈસિક્‍યોરીટીના છેદની ઘટનાના પ્રત્‍યાઘાત અને વિરોધ માટે સુત્રોચ્‍ચાર અને દેખાવો કરવામાં આવ્‍યા હતા.
વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી હેમંત કંસારા અને પદાધિકારીઓ દ્વારા ગુરુવારે સાંજના વલસાડ કોંગ્રેસ કાર્યાલય સામે પંજાબની ઘટનાને વખોડવા અને વિરોધ કરવા માટે દેખાવો અને સુત્રોચ્‍ચાર કર્યા હતા. વડાપ્રધાનના કાફલાને 20 મિનિટ સુધી ગોંધી રાખવા જેવી સ્‍થિતિના નિર્માણ માટે પંજાબ કોંગ્રેસ જવાબદાર છે તેવા આક્ષેપો જિલ્લા ભાજપ દ્વારા કરવામાં આવ્‍યા હતા. કાર્યક્રમમાં પુતળા દહન કરવા જતા પોલીસે કાર્યકરોને રોકી રાખ્‍યા હતા. બાદમાં ઉગ્ર સુત્રોચ્‍ચાર કરીને જિલ્લા ભાજપ પરિવારે પંજાબ કોંગ્રેસ સરકારની કામગીરીને વખોડી કાઢી યોગ્‍ય પગલા ભરવાની ઉગ્ર માંગણી કરી હતી.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના વહીવટમાં ભારત રત્‍ન ડો. બાબાસાહેબ આંબેડકરની નીતિનો પડઘો શિક્ષણથી સમાજ પરિવર્તનનું સાક્ષી બનતું દાનહ અને દમણ-દીવ

vartmanpravah

વલસાડમાં જિલ્લા બહારના શિક્ષકોના યોજાયેલ બદલી કેમ્‍પમાં અન્‍યાય થતા શિક્ષકોએ હોબાળો મચાવ્‍યો

vartmanpravah

યુઆઈએને હોસ્‍પિટલ પ્રોજેક્‍ટ યાદ અપાવવા પત્રકારો મેદાનમાં

vartmanpravah

શ્રી સંત સેના મહારાજ મરાઠી નાભિક સમાજ દ્વારા મહારાજની પુણ્‍યતિથિએ ‘પુણ્‍યસ્‍મરણ સમારોહ’ યોજાયો

vartmanpravah

ચીખલી તાલુકાની નવી અમલમાં આવેલ આંબાપાડા ગ્રામ પંચાયતના પંચાયત ઘરનું ખાતમુહૂર્ત કેબિનેટ મંત્રીના હસ્‍તે કરાતા સ્‍થાનિકોમાં ખુશી

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને સખી વન સ્ટોપ સેન્ટરના પાંચ વર્ષની ઉજવણી કરાઈ

vartmanpravah

Leave a Comment