Vartman Pravah
Breaking Newsદમણ

ભામટી અને દમણવાડા પ્રાથમિક-ઉચ્‍ચ પ્રાથમિક શાળા દ્વારા સાંસ્‍કૃતિ કાર્યક્રમ સાથે 61મા મુક્‍તિ દિવસની કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.19
આજે ભામટી ખાતે સરકારી પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાઓ ભામટી અને દમણવાડા અંગ્રેજી માધ્‍યમ દ્વારા દમણ-દીવના 61માં મુક્‍તિ દિવસની ઉજવણી સાદગીની સાથે સાંસ્‍કૃતિક કાર્યક્રમો દ્વારા કરવામાં આવી હતી.
આ પ્રસંગે મુખ્‍ય અતિથિ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણવાડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી મુકેશ ગોસાવીએ ધ્‍વજારોહણ કર્યા બાદ જણાવ્‍યું હતું કે, શિક્ષણના ક્ષેત્રે સંઘપ્રદેશે અનેરી સિદ્ધિ હાંસલ કરી છે. તેમણે વિદ્યાર્થીઓને હાંકલ કરતા જણાવ્‍યું હતું કે, તમે આજથી જ મોટા સપના જોવાની શરૂઆત કરોકારણ કે, દમણ-દીવ અને દાદરા નગર હવેલીમાં મેડિકલ કોલેજ, એન્‍જિનિયરીંગ કોલેજ, નર્સિંગ તથા ટ્રીપલ આઈટી સહિતના ઉચ્‍ચ અભ્‍યાસક્રમોની સવલત ઘર આંગણે મળતી થઈ છે ત્‍યારે તેનો પૂરેપૂરો ફાયદો ઉઠાવવા હાંકલ કરી હતી. તેમણે પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી અને પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલની પહેલથી બદલાયેલા પ્રદેશની પણ વિસ્‍તારથી માહિતી આપી હતી.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્‍થિત રહેલા દમણ જિ.પં.ના પૂર્વ સભ્‍ય શ્રી વાસુભાઈ પટેલે પોતાના ઉદ્‌બોધનમાં મોદી સરકાર અને પ્રશાસક તરીકે શ્રી પ્રફુલભાઈ પટેલના આગમન બાદ શૈક્ષણિક ક્ષેત્રે થયેલા અનેક સુધારાની જાણકારી આપી હતી અને તેનો લાભ લેવા પણ આહવાન કર્યુ હતું.
પ્રારંભમાં પ્રાથમિક અને ઉચ્‍ચ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્‍કૃતિક કાર્યક્રમની ઉત્‍કૃષ્‍ટ કૃતિ પણ રજૂ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા અંગ્રેજી માધ્‍યમના શિક્ષક શ્રી રાકેશભાઈ શેવાલે કર્યુ હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ભામટી પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી પ્રેમિલાબેન બી. ટંડેલ, ભામટી ઉચ્‍ચ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રીમતી આરતીબેન ડી.સોલંકી, દમણવાડા અંગ્રેજી માધ્‍યમ પ્રાથમિક શાળાના આચાર્યા શ્રીમતી પિનલબેન એન.પટેલ, દમણવાડા અંગ્રેજી માધ્‍યમ ઉચ્‍ચપ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ કે.સોલંકીએ શિક્ષકો સાથે ભારે જહેમત ઉઠાવી હતી.

Related posts

સાંસદ તરીકે એક બંધારણીય પદ ઉપર હોવાથી ઉમેશભાઈ પટેલે પોતાના વાણી-વિલાસમાં વિવેક અને સૌજન્‍ય રાખવા પડશે

vartmanpravah

વલસાડ જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રેના અધ્‍યક્ષસ્‍થાને ટ્રક ડ્રાઈવરોની સૂચિત હડતાળ મુદ્દે બેઠક મળી

vartmanpravah

ગોઈમા ગામે સામુહિક સત્‍યનારાયણ ભગવાનની કથા સાથે તળાવ પર ઓવારાનું ખાતમુહૂર્ત કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં પાંચ ઇંચથી વધુ વરસાદ પડયો

vartmanpravah

દાનહના ખાનવેલ પોલીસ સ્‍ટેશનમાંથી આરોપી ફરાર: રાત્રે પાણી પીવાના બહાને બહાર નીકળેલ આરોપી પોલીસને ચકમો આપી ફરાર

vartmanpravah

મતદારયાદી સુધારણા કાર્યક્રમ: રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ: જિલ્લા ચૂંટણી અધિકારી ક્ષિપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વિસ્તારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કર્યા

vartmanpravah

Leave a Comment