(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવી દિલ્હી, તા.13 : સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આજે કેન્દ્રિય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જગત પ્રકાશ નડ્ડા સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રદેશ હિત સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓની ગહનતાની ચર્ચા-વિચારણાં કરી હતી.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી દમણ-દીવ અને લક્ષદ્વીપને વિકાસના પથ ઉપર આગળ વધારવાની પ્રશાસનની પ્રતિબદ્ધતા અંતર્ગત પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ સંબંધી અનેક વિવિધ યોજનાઓના અસરકારક અમલના સંદર્ભમાં પણ મનનીય વાર્તાલાપ કર્યો હતો.