Vartman Pravah
Breaking Newsગુજરાત

કપરાડામાં જીત કુને-ડો એસોસિએશન કરજુ ગ્રુપ દ્વારા લેવાઈ માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.29
ગત તા.27 નવેમ્‍બર 2021 મિક્‍સ માર્શલ આર્ટ્‍સના મહાન ગુરૂ સીકુ બ્રુસલીના જન્‍મ દિને કપરાડા તાલુકામાં જીત કુને-ડો એસોસિએશન દ્વારા માર્શલ આર્ટ્‍સ વિશેની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં આદિવાસી કપરાડા તાલુકાનાં વિદ્યાર્થીઓ છેલ્લા 3 વર્ષથી તાલીમ લઈ રહેલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં એસોસિએશનનાં પ્રમુખ અને ટ્રેનર કોચ શ્રી વિઠ્ઠલભાઈ રાઉત, શ્રી વિઠ્ઠલભાઈ ભોયા તેમજ પરીક્ષાનાં સુપરવાઈઝર અને જીત કુને-ડો દાનહ પ્રમુખ શ્રી રંજીત ગરોડા પરીક્ષામાં પોતાનુંયોગદાન આપ્‍યું હતું. આ પરીક્ષામાં યોગ, કરાટે, જીમનાસ્‍ટીક સેલ્‍ફ ડિફેન્‍સની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ ઉત્‍સાહપૂર્વક ભાગ લીધો હતો.
એસોસિએશનનો મુખ્‍ય ઉદ્દેશ્‍ય છે કે, આજના ચાલી રહેલા અને આવનાર સમયમાં અંતરીયાળ વિસ્‍તારોમાં વિદ્યાર્થીઓ શિક્ષણ સાથે ટેકનિકલ, સ્‍પોર્ટ્‍સ માર્શલ આર્ટ્‍સ જ્ઞાનથી વંચિત ના રહે અને જેઓ પોલીસ અને આર્મીનાં ભરતીમાં જવા ઈચ્‍છુક છે એવા યુવા-યુવતિઓને આ તાલીમ મદદરૂપ બની રહેશે, સાથે સાથે દરેક બાળક, યુવા-યુવતિઓ સંકટનાં સમયે પોતાની રક્ષા સારી રીતે કરી શકે અને અન્‍યને પણ મદદરૂપ બની રહે તેમજ આવી કળાઓ શીખી આવનારા સમયમાં પોતાનું, ગામ, તાલુકા, જિલ્લા અને ભારત દેશનું નામ રોશન કરે એવી આશા વ્‍યક્‍ત કરી હતી.

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામ-રાબડા ખાતે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી કરાશે 

vartmanpravah

વાપીમાં વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણી કરાઈ : વીઆઈએ, ગ્રીન સોસાયટી દ્વારા બે ગ્રીન બેલ્‍ટનું કરાયેલું લોકાર્પણ

vartmanpravah

દાદરા નગર હવેલી પોલીસ દ્વારા સેલવાસ અને ખાનવેલમાં જન સુનાવણી કાર્યક્રમ યોજાયો

vartmanpravah

ધરમપુર વિરવલ હાઈસ્‍કૂલ વિદ્યાર્થીઓ જર્જરીત ઓરડામાં ભણવા લાચાર : ચોમાસામાં સ્‍થિતિ દયનિય

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ડેંગ્‍યુના પ્રકોપને કારણે રક્‍ત અને પ્‍લેટલેટ્‍સની માંગમાં વધારો

vartmanpravah

સેલવાસ સ્‍ટેડીયમ ગ્રાઉન્‍ડ ઉપર યોજાયેલ ગ્રામીણ પ્રીમિયર લીગ સિઝન-6માં ખાનવેલ કિંગ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment