December 1, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

પ્રદેશ ભાજપ પ્રભારી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શનમાં સંઘપ્રદેશમાં પ્રબળ ગતિથી ચાલી રહેલું ભાજપનું મહા જનસંપર્ક અભિયાન

દાનહના યુવા આદિવાસી નેતા અને પ્રસિદ્ધ ધારાશાસ્ત્રી સની ભીમરાએ કાર્યકરો સાથે પરિવહન બસ તથા ઊંડાણના વિસ્‍તારોમાં જઈ મોદીની ગેરંટીની આપી રહેલા જાણકારી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.09 : દાદરા નગર હવેલી અને દમણ-દીવ પ્રદેશ ભાજપ પ્રભારી શ્રી પૂર્ણેશભાઈ મોદીના માર્ગદર્શન અને પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ શ્રી દીપેશભાઈ ટંડેલના નેતૃત્‍વમાં સમસ્‍ત પ્રદેશમાં મહા જનસંપર્ક અભિયાન પ્રબળ ગતિથી ચાલી રહ્યું છે. જેમાં દરેક કાર્યકરો સામેલ થઈ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદીની ગેરંટીથી લોકોને વાકેફ કરી રહ્યા છે.
દાદરા નગર હવેલી ભાજપના યુવા આદિવાસી નેતા અને આગેવાન ધારાશાસ્ત્રી શ્રી સની ભીમરાએ ભાજપના કાર્યકરો સાથે ઘર ઘર અને પાડે પાડે જવાની સાથે સાથે પરિવહન બસમાં પહોંચીને લોકોને મોદીની ગેરંટીથી માહિતગાર કરવાનો નવતર પ્રયાસ શરૂ કર્યો છે. તેમણે આદિવાસી લાભાર્થી સાથે સંવાદ કરી તેમને મોદી સરકારના મળી રહેલા લાભની જાણકારી પણ તેમના મુખે સાંભળી હતી. જેના કારણે છેવાડેના આદિવાસી વિસ્‍તારમાં ભાજપનો જનાધારદિન-પ્રતિદિન વધી રહ્યો છે અને મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલ ‘પ્રધાનમંત્રી ગરીબ કલ્‍યાણ અન્ન યોજના (PMGKAY)’ના લાભાર્થીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ મોદી પ્રત્‍યે આભારની લાગણી પ્રગટ કરતા પણ જોવા મળ્‍યા હતા.

Related posts

બે INS ખૂકરીમાંથી સન 1971માં પાકિસ્‍તાન સામે લડતા એક યુધ્‍ધ જહાજ એ જળ સમાધી લેધેલ જ્‍યારે બીજી આઈએનએસ ખૂખરી યુધ્‍ધ જહાજની યાદગીરી રુપે દીવમાં મ્‍યુઝિયમ તરીકે લોકો માટે ખૂલ્લુ મુકાશે

vartmanpravah

વાપીમાં અનોખીમહિલા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈઃ હાઈરાઈઝ બિલ્‍ડીંગની ટેરેસ ઉપર 11 ટીમોએ ક્રિકેટ રમી

vartmanpravah

વાપીમાં હાઈવે ઉપર 1.60 લાખના ગાંજા સાથે બે ઝડપાયા

vartmanpravah

દાનહના ખાનવેલ બિન્‍દ્રાબિન ગામે નવનિર્મિત તડકેશ્વર મહાદેવ મંદિરમાં મૂર્તિની પ્રાણ-પ્રતિષ્ઠા કરાઈ

vartmanpravah

સરકાર સાથે સમાધાન થતાં ગુજરાતમાં ખાનગી હોસ્પીટલોએ ચાર દિવસની હડતાલ પાછી ખેંચી

vartmanpravah

સલવાવ ગુરુકુળમાં ટોબેકો નિર્મૂલન જાગૃતિ માટે સેમિનારનું કરાયેલું આયોજન

vartmanpravah

Leave a Comment