October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી જીઆઈડીસી છરવાડા રોડ રોફેલ કોલેજમાં પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો : વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

મુખ્‍ય અતિથિ તરીકે જિલ્લા કલેક્‍ટર નૈમેશ દવે ઉપસ્‍થિત રહ્યા, કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.26: વાપી જીઆઈડીસી છરવાડા રોડ સ્‍થિત રોફેલ બી.સી.એ. બી.બી.એ. કોલેજનો પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ નામધા સ્‍થિત શ્રી પદ્મભૂષણ રજ્જુભાઈ શ્રોફ ઓડિટોરિયમમાં દબદબાપૂર્વક યોજાયો હતો. કાર્યક્રમમાં કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓને મહાનુભાવોના હસ્‍તે સન્‍માન કરી પ્રશસ્‍તિ પત્ર ઈનામ ટ્રોફી આપી સન્‍માન કરાયા હતા.
અભ્‍યાસની સાથે વિદ્યાર્થીઓના વ્‍યક્‍તિત્‍વ વિકાસ માટે રમતગમત ચિત્ર, સંગીત, નાટક અભિનય, ગીત ક્‍વીઝ, વકૃત્‍વ સ્‍પર્ધાઓમાં ભાગ લઈને કોલેજનું નામ રોશન કરનાર વિદ્યાર્થીઓ માટે પ્રોત્‍સાહન 2024 કાર્યક્રમ યોજાયો હતો.કાર્યક્રમમાં જિલ્લા કલેક્‍ટર નૈમેશ દવે, મુખ્‍ય મહેમાન તરીકે ઉપસ્‍થિત રહ્યા હતા. કોલેજના આચાર્ય ડો.પ્રિયકાન્‍ત વેદના હસ્‍તે વિદ્યાર્થીઓને ટ્રોફી પ્રશસ્‍તિપત્ર અને ઈનામ વિતરણ કરવામાં આવ્‍યા હતા. આચાર્યએ વર્ષનો અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમમાં વિવિધ સાંસ્‍કૃતિક કાર્યક્રમ સહિત ગરબા, રાસ, પિરામીડ નાટક રજૂ કરી મહેમાનોને મંત્રમુગ્‍ધ કર્યા હતા. ઉલ્લેખનીય છે રોફેલ બીબીએ, બીસીએ કોલેજમાં 1700 જેટલા વિદ્યાર્થીઓ અભ્‍યાસ કરે છે. તેઓ અભ્‍યાસની સાથે સાથે અન્‍ય પ્રવૃત્તિઓમાં ભાગ લઈને કોલેજનું નામ રોશન કરેલ તેવા વિદ્યાર્થીઓનું સન્‍માન કરાયું હતું.

Related posts

ચીખલીના ઘેજમાં મુખ્‍યમાર્ગને અડીને નમેલા વીજપોલ અકસ્‍માતને આમંત્રી રહ્યા છે

vartmanpravah

ચીખલી તાલુકામાં ત્રણ શિક્ષક સહિત ચાર જેટલા કોરોના પોઝિટિવ: આરોગ્‍ય વિભાગે તકેદારીના પગલાં લેવાની તજવીજ હાથ ધરી

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે પોતાના સાંસદનિધિ અંતર્ગત પહેલું કામ ગૌશાળાના ભવન બનાવવા રૂા.5.પ0 લાખની ફાળવણીથી કરેલી શુભ શરૂઆત

vartmanpravah

ભારત રામરાજ્‍યની તરફઃ ઉપ રાષ્‍ટ્રપતિ જગદીપ ધનખડ

vartmanpravah

વાપી વિસ્‍તારમાં ઉમિયા માતાજીનો દિવ્‍ય રથ તા.5 અને 6 જૂને પધરામણી થવાની હોવાથી પૂર્વ તૈયારી માટે પાટીદાર સમાજની મીટિંગ યોજાઈ

vartmanpravah

vartmanpravah

Leave a Comment