(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.26: શ્રી સ્વામિનારાયણ ઘનશ્યામ વિદ્યામંદિર સલવાવનો વિદ્યાર્થી જિલ્લા કક્ષા યુવા ઉત્સવ જે લિટલ ફલાવર સ્કૂલ ઉદવાડામાં 21 સપ્ટેમ્બર 2024ને શનિવારના રોજ યોજાયો હતો. જેમાં વિવિધ શાળાના વિદ્યાર્થીઓએ જુદી જુદી કળતિમાં ભાગ લીધો હતો. જેમાં ભજન સ્પર્ધા ખુલ્લો વિભાગમાં ધોરણ 10 નો વિદ્યાર્થી ઓમ વાલજી દામાએ પ્રથમ ક્રમ મેળવ્યો હતો. આ તેજસ્વી વિદ્યાર્થીએ શાળાનું ગૌરવ વધાર્યું હતું. આ ઝળહળતી સિદ્ધિ બદલ શાળાના મેનેજિંગ ટ્રસ્ટી કપિલ સ્વામીજી, તમામ ટ્રસ્ટીગણો,ડાયરેક્ટર ડો.શૈલેષ લુહાર, એડમીન ડાયરેક્ટર હિતેન ઉપાધ્યાય, આચાર્ય ચંદ્રવદન પટેલ, અને તમામ શિક્ષકો દ્વારા ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.