Vartman Pravah
Breaking Newsદમણદીવદેશ

સોમનાથ મંદિરની સુરક્ષા અર્થે કોસ્‍ટગાર્ડ દ્વારા હવાઈ નિરીક્ષણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.18
ભારતના બારજયોર્તિલિંગોમાંનું પ્રથમ વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર ઝેડ પ્‍લસ સુરક્ષા કેન્‍દ્ર અને રાજ્‍ય સરકાર તરફથી આપેલ છે.
આ સુપ્રસિદ્ધ મંદિર કોસ્‍ટગાર્ડ સેનાના હેલિકૉપ્‍ટરે આજે વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મહાદેવ મંદિર સવારે 10:35 એ સોમનાથ મહાદેવ મંદિરના વર્તુળ આકાર ચક્રાવો લગાવી કોસ્‍ટગાર્ડ એકસાઈઝ કરવામાં આવી હતી. જેથી મંદિર સુરક્ષામાં સજ્જગતા, સતર્ક અને સ્‍થળ જાણકારી લઈ સુરક્ષા વધુ સુદૃઢ બનવવામા આવી હતી.
આ હેલિકોપ્‍ટર ધરતીથી 700 મીટર ઉંચાઈ સુધી નીચું ઉડ્ડયન કરી સ્‍થળથી પરિચય મેળવ્‍યો હતો. સાથે સાથે સુપ્રસિદ્ધ સોમનાથ મંદિર જે દરિયાના કિનારે આવેલા છે તે દરિયાઇ પટ્ટી ઉપર પણ ઘનિષ્‍ઠ પેટ્રોલિંગ કર્યુ હતું. સોમનાથ મહાદેવ મંદિર સુરક્ષાની જવાબદારી નાયબ પોલીસ અધિક્ષક એમ.ડી.ઉપાધ્‍યાય જાળવી રહ્યા છે તેઓએ પણ નિયમ અનુસાર સતર્કતા જાળવી હતી.
સોમનાથ મંદિરને હાલ ધરતી સુરક્ષા ગુજરાત પોલીસ દ્વારા અને દરિયાઈ સુરક્ષા સોમનાથ મરીન પોલીસ અને કોસ્‍ટગાર્ડ દ્વારા કરવામાં આવી રહી છે તેવું આજના દિવસ પુરતુ તેમજ ભવિષ્‍યમાં ઉપયોગી થઈ પડે, આકાશી સુરક્ષા ચક્રથી સાંકળવામા આવ્‍યું છે. હેલિકૉપ્‍ટરનું ઉડ્ડયન જામનગર ગુજરાતના બે પવિત્ર યાત્રાધામ સોમનાથ અને દ્વારકાને આજની એક્‍સાઇઝમાં સાંકળવામા આવ્‍યાહતા.

Related posts

વિકાસ સપ્તાહ ઉજવણી અંતર્ગત વાપીમાં વોલ પેઈન્‍ટીંગ આકર્ષણનું કેન્‍દ્ર બની

vartmanpravah

સંઘપ્રદેશના પ્રદૂષણ વિભાગ દ્વારા સીલ કરાયેલા બે ટ્રક ગાયબ થવાની ઘટનામાં યુરોકોસ્‍ટિક પ્રોડક્‍ટ પ્રા.લિ. સામે નોંધાયેલો ગુનો: મોટી દમણના કોસ્‍ટલ પોલીસ સ્‍ટેશને શરૂ કરેલી કાર્યવાહી

vartmanpravah

દાનહ ટ્રાફિકપોલીસ દ્વારા ટ્રાફિક નિયમ અંગે જાગરૂકતા કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ નનકવાડા વિસ્‍તારમાં એપાર્ટમેન્‍ટનો સ્‍લેબ તૂટયો : નીચે ઉભેલા ત્રણ ઈજાગ્રસ્‍ત

vartmanpravah

સંઘપ્રદેશના એક્‍સાઈઝ વિભાગમાં સાગમટે બદલીનો ચિપાયેલો ગંજીફો : 0પ એક્‍સાઈઝ ઈન્‍સપેક્‍ટરોની આંતર જિલ્લા બદલી

vartmanpravah

દાનહ લોકસભાની પેટા ચૂંટણી તટસ્‍થ પારદર્શક ન્‍યાયી અને ભયમુક્‍ત રીતે યોજવા ચૂંટણી તંત્રની કવાયત તેજ

vartmanpravah

Leave a Comment