December 1, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રેટલાવમાં રિવર્સ લઈ રહેલ કન્‍ટેનર ચાલાકે મહિલાને અડફટે લીધી

પાછળ ચાલી રહેલ મહિલાનું ટાયરમાં આવી જતા ગંભીર ઈજાને લઈ જગ્‍યા પર જ મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.26: પારડી તાલુકાના ઉદવાડા આર.એસ આંમલી ફળિયા ઝૂંપડપટ્ટીમાં રહેતા અને સારણ મહાદેવ નગર ખાતે આવેલ ફલેવર્સ વડાપાવની દુકાનમાં કામ કરતા ચેલારામ ધારા સિંહ મનાવતની માતા શાંતિ દેવી ધારાસિંહ મનાવત ઉંમર વર્ષ 54 તારીખ 26.9.2024 ના રોજ બપોરે એક કલાકે રેટલાવ બ્રિજ નીચેના સર્વિસ રોડથી પસાર થઈ રહ્યા હતા તે દરમિયાન મોહમ્‍મદ શહીદ વસીમ ઉંમર વર્ષ 25 રહે.મવાય, યુપીના કન્‍ટેનર ચાલકે પોતાનું કન્‍ટેનર નંબર જીજે 05 સીડબલ્‍યુ 2174 રિવર્સ લેતા પાછળ ચાલી રહેલ શાંતિ દેવીને અડફટે લેતાં પાછલા ટાયરમાં શાંતિ દેવીનો કમરથી નીચેનો ભાગ આવી જતા ગંભીર ઈજાને લઈ તેઓ સ્‍થળ પર જ મૃત્‍યુ પામ્‍યા હતા.
આ અંગેની જાણ તેમના પુત્ર ચેલારામને થતા તેઓએ સ્‍થળ પર પહોંચી લાશને પી.એમ. માટે ઓરવાડ સરકારી હોસ્‍પિટલ ખાતે મોકલી આ અકસ્‍માત અંગેની કન્‍ટેનર ચાલક મોહમ્‍મદ શહીદ વસીમ વિરુદ્ધ પારડી પોલીસ સ્‍ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Related posts

વંકાલ હાઈસ્‍કૂલના ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહ બેચના વિદ્યાર્થીઓ દ્વારા ક્રિકેટ ટૂર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

નવસારી એલસીબી પોલીસે થાલા હાઈવે પરથી ટેમ્પામાં સુરત લઈ જવાતો દારૂ સાથે એકની કરેલી ધરપકડ

vartmanpravah

નવસારી જિલ્લામાં કુલ 10,78,260 મતદારો

vartmanpravah

વાપી જીઆઈડીસી અંબામાતા મંદિર પરિસરમાં ચાલી રહેલી ભાગવત કથામાં કૃષ્‍ણ જન્‍મોત્‍સવની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

વાપી ચલામાં યોજાયેલી કરાટેની પરિક્ષામાં ઉત્તીર્ણ થતાં 100 ઉપરાંત વિદ્યાર્થીઓ

vartmanpravah

પ્રધાનમંત્રીએ ટ્‍વીટ કરી દીવના કલાકાર અને ચિત્રકાર પ્રેમજીત બારિયાની કૃતિની કરેલી પ્રશંસા

vartmanpravah

Leave a Comment