પોલીસે ટેમ્પોમાં મહારાષ્ટ્ર તરફ લઈ જતા 56 કટ્ટા લોટ અનાજના ઝડપ્યા
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.30: વાપી નજીક વલવાડા-કરમબેલી સ્ટેશન રોડ ઉપર કાર્યરત એક કિરાનાના દુકાનમાંથી તા.16 સપ્ટેમ્બર રાત્રે લોટ અને અનાજના જથ્થાની ચોરી થઈ હતી. જેની ફરિયાદ બાદ ભિલાડ પોલીસે તપાસ કરી હતી.
પોલીસને બાતમી મળી હતી કે વાપીથી એક છોટા હાથી ટેમ્પો અનાજ અને લોટના કટ ભરીને મહારાષ્ટ્ર તરફ જઈ રહ્યો છે તે અનુસાર હાઈવે ઉપર વોચ ગોઠવી અનાજ અને લોટના 56 કટ્ટા ભરીને લઈ જઈ રહેલા ત્રણ ઈસમોને ઝડપી પાડયા હતા. ત્રણેય ઈસમોએ ગુનાની કબુલાત કરી હતી કે ગત તા.16મીએ મહાલક્ષ્મી કિરાના સ્ટોર્સમાંથી લોટ અને અનાજના કટ્ટા ચોર્યા હતા. ટેમ્પો મુદ્દામાલ અને ત્રણેય આરોપીની અટક કરી ભિલાડ પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.