July 22, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી, ગણદેવી અને ખેરગામ તાલુકામાં બે દિવસથી ભારે પવન સાથે પડેલા વરસાદથી ડાંગરનો તૈયાર પાક પડી જતા ખેડૂતો પાયમાલ

કેટલાક ગામોમાં ઝાડ પડવાના અને છતના પતરા ઉડવાના પણ બનાવો બન્‍યા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.10: તાલુકામાં બુધ-ગુરુવારના રોજ સાંજના પાંચ એક વાગ્‍યાના અરસામાં વાતાવરણનો મિજાજ બદલાવ સાથે ઘનઘોર વાદળો વચ્‍ચે વીજળીના કડાકા-ભડાકા અને તેજ ગતિના પવન સાથે વરસાદ તૂટી પડ્‍યો હતો. ચીખલીમાં તો 13-મીમી એટલે કે અડધો ઇંચ થી વધુ વરસાદ નોંધાયો હતો. પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળ્‍યું હતું.
આ પવન સાથેના વરસાદ દરમ્‍યાન તાલુકાના ગ્રામ્‍ય વિસ્‍તારમાં ડાંગરનો તૈયાર થઈ ગયેલો પાક પડી જતા લેપટાઇ જતા ખેડૂતોને મોટું નુકશાન થવા પામ્‍યું હતું. ખેડૂતોને બિયારણ, ખાતર, મજૂરી સહિતનો ખર્ચ માથે પડે તેવી સ્‍થિતિ ઉભી થવા પામી છે. વધુમાં જે ખેડૂતોએ ડાંગરનો પાકની કાપણી કરી દીધી હતી. તેમનો પાક પલળી જતા ખેડૂતોની મુશ્‍કેલી વધી જવા પામી હતી.
આ ઉપરાંત તાલુકાના માંડવખડક ગામના શીંગળવેરી ફળીયામાં-10, ઝરી ગામના વાંગણ ફળીયામાં-2 અને ફડવેલના ગોડાઉન ફળીયા, ધોલી ફળીયામાં-8 જેટલા ઘરોના છતના પતરા ઉડીફંગોળાતા આ પરિવારે નુકશાની વેઠવાની નોબત આવી હતી. જોકે સંબંધિત ગ્રામ પંચાયતો દ્વારા જરૂરી સર્વે કરી રિપોર્ટ કરી દેવામા આવેલ હોય તેવામાં તાલુકા પંચાયત દ્વારા ઝડપથી નુકશાની ચુકવવામાં આવે તે જરૂરી છે.

Related posts

આર્થિક સંકડામણને લઈ જીવન ટૂંકાવવા નીકળેલ પારડીના ખેરલાવની માતા અને બે પુત્રીઓ હેમખેમ પરત આવી

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

સિમેન્‍ટ અને પતરા ખરીદી બાદ પૈસા નહીં ચુકવવાના કેસમાં વલસાડ સેગવીનો સરપંચ જેલ ભેગો

vartmanpravah

19મી ડિસેમ્‍બરે દમણના 63મા મુક્‍તિ દિવસની કલેક્‍ટરાલયના પટાંગણમાં આન બાન શાન સાથે થનારી ઉજવણી

vartmanpravah

દમણ જિ.પં.ના સભ્‍ય તરીકે ફાલ્‍ગુનીબેન પટેલનું એક વર્ષ પૂર્ણ : એક વર્ષના કાર્યકાળમાં મહિલાઓને સ્‍વનિર્ભર બનાવવા શરૂ કરેલા પ્રયાસો

vartmanpravah

Leave a Comment