Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દેશ વિદેશમાં ખેડૂતોને કેરીના સારા ભાવ મળે તે માટે બાગાયત ખાતાની વિવિધ સહાયનો લાભ લેવા અનુરોધ

સામાન્‍ય ખેડૂત જુથો/સહકારી સંસ્‍થાઓને સાધનો વસાવવા ખર્ચના રૂા.7.50 લાખ સુધીની સહાય મળશે

દરિયાઈ માર્ગે નિકાસ માટે વધુમાં વધુ રૂા.2.50 લાખ અને હવાઈ માર્ગે નિકાસ માટે વધુમાં વધુ રૂા.10 લાખની સહાય મળશે: નિકાસ કરેલા દેશમાં માલ અનલોડીંગ થયા બાદ 180 દિવસમાં અરજી કરવાની રહેશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: વલસાડ જિલ્લાનો મુખ્‍ય ફળપાક આંબાપાક છે. આંબાવાડીમાં આગામી મે-જુન માસમાં કેરીપાકનું ઉત્‍પાદન મળશે. કેરીના ફળને સ્‍થાનિક બજારમાં પ્‍લાસ્‍ટીકના ક્રેટ્‍સમાં ભરીને લઈ જવાથી થતી ઈજા અને દબાણથી અટકાવવું જરૂરી છે. સામાન્‍ય રીતે કેરીમાં આવરણો તરીકે જુના અખબારો, ટીસ્‍યુ પેપર વગેરે સામ્રગ્રી વપરાય છે. આવરણ કરવાથી પેદાશોની સંગ્રહ શક્‍તિ વધે છે તેમજ પરિવહન દરમ્‍યાન અને સંગ્રહ કરવામાં આવે ત્‍યારે નુકસાનમાં ઘટાડો થાય છે અને ફળના દેખાવને વધુ આકર્ષક બનાવે છે. જેથી સારા બજારભાવ મેળવી ખેડૂતોની આવકમાં વધારો કરી શકાય છે.
ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા લણણી બાદના કેરી ફળ માટેના શોર્ટીગ ગ્રેડીંગ સાધનો જેવા કે પ્‍લાસ્‍ટીક ક્રેટ્‍સ, પેંકીગ મટીરીયલ,વજનકાંટા કે અન્‍ય શોર્ટીગ/ ગ્રેડીંગ મશીનરી ખરીદીમાં સહાય આપવાની યોજના કાર્યરત છે. સામાન્‍ય ખેડૂતને રૂા.2500 અને અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના ખેડૂતને રૂા.3750 ની સહાય મળે છે. પ્‍લાસ્‍ટીક ક્રેટસ એમ્‍પેનલ થયેલી કંપની પાસેથી ખરીદી કરવાના રહેશે. સામાન્‍ય ખેડૂત જુથો/સહકારી સંસ્‍થાઓને પીએચએમના સાધનો વસાવવા માટે ખર્ચના રૂા.7.50 લાખ સુધીની સહાય મળે છે. બાગાયત પેદાશની પોસ્‍ટ હાર્વેસ્‍ટ મેનેજમેન્‍ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્‍સમાં સહાય યોજના અંતર્ગત કોરૂગેટેડ બોકસ, લાંકડાના બોકસનો પેકીંગ મટીરીયલ્‍સ તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ યોજનામાં ખર્ચના 75 ટકા મુજબ રૂા.7500/- ની સહાય એક હેકટરની મર્યાદામાં મળે છે.
કેરીફળના દરિયાઈ માર્ગે નિકાસ કરવા માટે વાહતુક ખર્ચ સહાય 25 ટકા કે સહાય બિલના વધુમાં વધુ રૂા.2.50 લાખની મર્યાદામાં સહાય મળે છે. આ ઉપરાંત હવાઈ માર્ગે કેરીફળ નિકાસ કરવા માટે વાહતુક ખર્ચ સહાય 25 ટકા કે સહાય બિલના વધુમાં વધુ રૂા.10 લાખની મર્યાદામાં સહાય મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ ખેડૂત કે ખેડૂત સમુહ, ખાનગી સંસ્‍થા, સહકારી સંસ્‍થા/મંડળીને મળવાપાત્ર છે. નિકાસકાર તરીકે માન્‍યતા અંગેના પૂરાવા તથા નિકાસ માટે સંસ્‍થાના લોડીંગ અને અનલોડીંગના પુરાવા રજૂ કરવા ફરજીયાત છે.નિકાસ કરેલા દેશમાં માલ અનલોડીંગ થયા બાદ 180 દિવસમાં અરજી કરવાની રહેશે.
નિકાસકારોને અમેરિકા જેવા દેશમાં કેરીના નિકાસ કરવા માટે ઈરીડીયેશન પ્રકિયા માટે ખર્ચના 25 ટકા મુજબ વાર્ષિક મહત્તમ રૂા.2.50 લાખ સુધીની સહાય મળવાપાત્ર છે. કેરીફળ નિકાસ કરવા માટેની યોજનાઓ વિશે વધુ વિગતો જાણવા માટે જિલ્લા બાગાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ઉપર જણાવેલ તમામ યોજનાઓનો લાભ મેળવવા માટે ખેડૂતોએ આઈખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ઓનલાઈન કરેલી અરજીની પિં્રટ નકલ જરૂરી સાધનિક કાગળો સાથેની અરજી સાથે નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી, શ્રમજીવી વિદ્યામંડળ સંકુલ, પહેલો માળ, એચ.ડી.એફ.સી. વલસાડ બેંક શાખાની સામે, તિથલ રોડ, વલસાડ-39600 ટેલીફોન નંબર-02632-243183 ખાતે જમા કરાવવાની રહેશે એમ નાયબ બાગાયત નિયામકશ્રી, વલસાડ દ્વારા અખબાર યાદીમાં જણાવાયું છે.

Related posts

કપરાડાની સરકારી વિનયન કોલેજની એન.એસ.એસ.ની વાર્ષિક ખાસ શિબિર દહીંખેડ ગામે સંપન્ન

vartmanpravah

દમણ પોલીકેબ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં કરાયું વૃક્ષારોપણ

vartmanpravah

પારડી શહેર કોંગ્રેસ દ્વારા પારડી નગર પાલિકાના વહીવટદાર અને મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર

vartmanpravah

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

vartmanpravah

નરોલી રાજપૂત સમાજ પ્રાર્થના ભવન ખાતે તલવારબાજી તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

દમણ કોસ્‍ટ ગાર્ડ એર સ્‍ટેશન પરિસરમાં ફરી દિપડો દેખાતા પ્રશાસન અને વન વિભાગ સક્રિય

vartmanpravah

Leave a Comment