(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.06: દાદરા નગર હવેલી પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા 5મી સપ્ટેમ્બર શિક્ષક દિવસથી શરૂ કરવામાં આવેલ સ્પર્શની પાઠશાળા સારો સ્પર્શ અને ખરાબ સ્પર્શ કાર્યક્રમનો શુભારંભ કલેકટર શ્રીમતી ભાનુ પ્રભાના હસ્તે કરવામાં આવ્યો હતો. એસ.પી. શ્રી રાજેન્દ્ર પ્રસાદ મીના, એસડીપીઓ શ્રી સિદ્ધાર્થ જૈન, મહિલા પીએસઆઈ છાયા ટંડેલના નેતૃત્વમાં એક ટીમ બનાવી આ કાર્યક્રમ પ્રદેશની દરેક પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે ગુડ ટચ અને બેડ ટચના સબંધે સ્પર્શની પાઠશાળા જાગરૂકતા કાર્યક્રમ આયોજીત કરવામાં આવ્યો હતો. જે પ્રદેશની ગુજરાતી, હિન્દી અને મરાઠી મીડિયમની 105 શાળામાં ધોરણ 1 થી 8 સુધીના41 હજારથી વધુ વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા છે.