December 1, 2025
Vartman Pravah
દીવ

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)

દીવ, તા.09

કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન મનુભાઈ ચાવડાની અખિલ ભારતીય કોળી સમાજના રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી વરણી કરવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય કોળી સમાજ સંગઠન કોળી સમાજનું રાષ્‍ટ્રીય કક્ષાનું એકમાત્ર સંગઠન છે આ સંગઠન દેશના 18 જેટલા રાજ્‍યમાં ચાલે છે. આ સંગઠન દેશભરના કોળી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો જોડાયેલા છે અને આ સંગઠન દેશમાં કોળી સમાજના રાજકીય સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ માટે કાર્યરત છે.

આ સંગઠનનાં રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે મહામહિમ રાષ્‍ટ્રપતિ શ્રી રામનાથ કોંવિદજી પણ રહી ચૂકયા છે અને તે દરમિયાન રાષ્‍ટ્રપતિ સાથે શ્રી મનુભાઈ ચાવડા પણ રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે કામગીરી કરી ચૂકયા છે. તાજેતરમાં રાજસ્‍થાનનાં અજમેર ખાતે યોજાયેલી રાષ્‍ટ્રીય કારોબારીમાં સુરતના વતની શ્રી અજીતભાઈ પટેલની રાષ્‍ટ્રીય અધ્‍યક્ષ તરીકે  સર્વસંમતિથી ચૂંટણી દ્વારા નિમણૂંક કરવામાં આવી હતી.

ત્‍યારબાદ આ કાર્યક્રમમાં ગુજરાત કોળી સમાજના દિગ્‍ગજ આગેવાન શ્રી મનુભાઇ ચાવડાની રાષ્‍ટ્રીય મહામંત્રી તરીકે ફરી નિમણૂક કરવામાં આવી છે. આગામી દિવસોમાં આ સંગઠન નાં 50 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્‍યારે આગામી દિવસોમાં આ સંગઠન નું સ્‍વર્ણિમ વર્ષની ઉજવણી પણ થવા જઈ રહી છે. આ સમયે શ્રી મનુભાઈ ચાવડાની નિમણુંક થતાં તેમની ભૂમિકા મહત્‍વપૂર્ણ રહેશે. તેમની નિમણૂકને અખિલ ભારતીય કોળી સમાજના તમામ હોદ્દેદારો અને આગેવાનો દ્વારા વધાવી અને અભિનંદન પાઠવ્‍યા હતા.

Related posts

મધ્‍યપ્રદેશમાં યોજાઈ રહેલ ‘ખેલો ઈન્‍ડિયા યુથ ગેમ્‍સ’માં દમણના બોક્‍સર સુમિતે મેળવેલો કાંસ્‍ય પદકઃ સંઘપ્રદેશને અપાવેલો પહેલો પદક

vartmanpravah

દમણમાં ભગવાન જગન્નાથની રથયાત્રા ધામધૂમથી નીકળી

vartmanpravah

દીવ ખાતે રાષ્‍ટ્રીય એકતા દિવસ નિમિત્તે દીવ પ્રશાસન દ્વારા એકતા માટે દોડનું કરાયેલું આયોજન

vartmanpravah

દીવ જિલ્લામાં 15 થી 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે ત્રણ દિવસીય કોરોના રસીકરણ અભિયાન પૂર્ણ

vartmanpravah

દીવની પ્રખ્‍યાત કોહિનુર હોટલ દ્વારા કરાયેલા ગેરકાયદે દબાણનું પ્રશાસન દ્વારા ડિમોલીશન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ મુખ્‍ય ચૂંટણી અધિકારીના કાર્યાલય દ્વારા મતદારો માટે વોટ્‍સ એપ સેવા શરૂ કરાઈ

vartmanpravah

Leave a Comment