October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી રેન્‍જર વલસાડ દ્વારા આઇકોનિક ટીચર એવોર્ડ સમારોહ યોજાયો

સરસ્‍વતી ઈન્‍ટર નેશનલ સ્‍કૂલના શિક્ષિકા દીપ્તિ શાહ આઇકોનિક ટીચર વિજેતા બન્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.03: રોટરી ક્‍લબ ઓફ વલસાડ રેન્‍જર કે જેની સ્‍થાપના એક વર્ષ પહેલા થઈ છે પરંતુ શિક્ષણ જગતમાં અમૂલ પરિવર્તન લાવવાના લક્ષ્યથી કાર્ય કરી રહ્યું છે જેના ભાગ રૂપે છેલ્લા 2 મહિનાથી રોટરી આઇકોનિક ટીચરની શોધ ચલાવવામાં આવી હતી. જેમાં પ્રથમ રાઉન્‍ડમાં બધા શિક્ષકો પાસેથી 5 મિનિટના શિક્ષણ કાર્યનો વિડિયો મંગાવવામાં આવ્‍યો હતો અને તેને યુ ટયુબ પર અપલોડ કરવામાં આવ્‍યા હતા. જેમાંથી ઓનલાઇન જજમેંટ દ્વારા 30 શિક્ષકોને પસંદ કરવામાં આવ્‍યા હતા. જેની ગ્રાન્‍ડ ફાઇનલ વલસાડ સ્‍થિત પરિવાર રેસ્‍ટોરન્‍ટ નેશનલ હાઈવે ખ્‍ઘ્‍ હોલમાં યોજાઈ હતી.
આ ફાઇનલની નવીનતા એ હતી કે શિક્ષકોને જજ કરવા માટે વિવિધ શાળાના ધોરણ 11 અને 12 નાં વિદ્યાર્થીઓને આમંત્રણ આપવામાં આવ્‍યું હતું. આ ઉપરાંત શાળાના આચાર્યો અને આમંત્રિત જજ તરીકે માં ફાઉન્‍ડેશનનાં સીઈઓ અમિત મહેતા, વલ્લભ આશ્રમના ટ્રસ્‍ટી કુશ સાકરીયા, કેબીએસ કોલેજનાં પ્રાધ્‍યાપકડો.યતિન વ્‍યાસ, યુબીકા વર્લ્‍ડનાં ભાવિન દેસાઈની ટીમ એમ કુલ 110 વ્‍યક્‍તિઓએ આઇકોનિક શિક્ષક શોધવાનું કાર્ય કર્યું હતું. જેમાં બધું જ્જમેન્‍ટ ઓનલાઇન ટેકનોલોજીની મદદથી થયું હતું. અંતે વિજેતા તરીકે સરસ્‍વતી ઈન્‍ટરનેશનલના શિક્ષિકા દીપ્તિ વિરેન શાહ આઇકોનિક ટીચર વિજેતા બન્‍યા હતા. જેમને લેપટોપ, ટ્રોફી અને સર્ટિફિકેટથી સન્‍માનિત કરવામાં આવ્‍યા હતા. બીજા ક્રમે કુલ 5 વિજેતાઓને ટેબ્‍લેટ, ટ્રોફી અને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્‍યા હતા. જેમાં મણીબા શાળા નાંબીના વિનોદ મેહતા, સાર્વજનિક ઇંગ્‍લિશ સ્‍કૂલ સુરતનાં સુનીલ જાદવ, અતુલ વિદ્યાલયના સિરાજ સરોસ પટેલ, એમ.એમ. હાઇસ્‍કૂલ ઉમરગામનાં જેસલ પ્રમોદભાઈ શાહ, ચક્કીવાળા હાઈસ્‍કૂલ સુરતના હઝરબીબી હકીમ વિજેતા થયા હતા. ત્‍યાર બાદ ત્રીજા ક્રમે વિજેતાઓને સ્‍માર્ટ વોચ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્‍યા હતા. જેમાં શાહ ખીમચંદ મૂળજી હાઇસ્‍કૂલના જયશ્રીબેન ભગત, અતુલ વિદ્યાલય નુરેન કાસમની, વલ્લભ આશ્રમના મનોજ ખાપ્રે, ટાટા સ્‍કૂલ નવસારીના ધરા અંકુર પટેલ અને પ્રકાશ પુરોહિત વિજેતા જાહેર થયા હતા.
આ કાર્યક્રમના મુખ્‍ય દાતા આર્ય સંસ્‍કાર ધામના રશ્‍મીબેન રમેશભાઈ શાહ પરિવાર રહ્યો હતો. આ ઉપરાંત ડ્રિપ સિપ તરફથી 2 ટેબ્‍લેટ અને 2 સ્‍માર્ટ વોચ, સાહિલ શાહ તરફથીલેપટોપ, રો. મનોજ જૈન, રો. સુનીલ જૈન અને રો. ડો. દીપેશ શાહ તરફથી ટેબ્‍લેટ, સ્‍પોનસર કરવામાં આવ્‍યું હતું તથા રો. દિગંત દેસાઈ, રો. ભાવેશ પરીખ, રો. ભારત જૈન તરફથી સ્‍માર્ટ વોચ સ્‍પોંસર મળી હતી. ટ્રસ્‍ટના પ્રમુખ રો.ઉમેશ વચ્‍છાની દ્વારા સર્ટિકેટ, ટ્રોફી અને દરેક શિક્ષકો માટેની રિટર્ન ગિફટ સ્‍પોન્‍સર કરવામાં આવી હતી.
સ્‍વાગત પ્રવચન રોટરી વલસાડ રેન્‍જરના પ્રમુખ રો.મનોજ જૈન દ્વારા આપવામાં આવ્‍યું હતું તથા આભારવિધિ માનદ મંત્રી રો.ભારત જૈન દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર સંચાલન એન. કે. દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ ઇંગ્‍લિશ મીડિયમ કોલેજ પારડીની ટીમ દ્વારા કરવામાં આવ્‍યું હતું.

Related posts

આજે વલસાડમાં ભાજપ દક્ષિણ ઝોનની મહત્ત્વની બેઠક યોજાશે : ગૃહમંત્રી અમીત શાહ, સી.એમ. ભુપેન્‍દ્ર પટેલ ઉપસ્‍થિત રહેશે

vartmanpravah

સમરોલી ગામે મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર ઉતરાવી બે ઠગ ફરાર થઈ ગયા

vartmanpravah

વાપી નગરપાલિકામાં ‘હર ઘર તિરંગા’ અંતર્ગત સામાજીક સંસ્‍થા અને વેપારી એસોસિએશનની બેઠક યોજાઈ

vartmanpravah

કપરાડા તાલુકાના સિલધા હાટ બજારમાં સ્‍વામી વિવેકાનંદ ગુજરાત રાજ્‍ય યુવા બોર્ડ કપરાડા તાલુકા દ્વારા સાફ સફાઈ કરી

vartmanpravah

આજથી શનિવાર સુધી સેલવાસના સુપ્રસિદ્ધઅ બીએપીએસ સ્‍વામી નારાયણ મંદિરના દશાબ્‍દિ મહોત્‍સવનો ધામધૂમથી થનારો આરંભ

vartmanpravah

દમણના દેવકાની હોટલ સાઈલન્ટમાં ચાલતા જુગારધામ ઉપર પોલીસના દરોડાઃ ૧૫ જુગારીઓની ધરપકડ

vartmanpravah

Leave a Comment