January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ લોકસભા બેઠકના એક્‍ઝિટ પોલમાં ભાજપના ઉમેદવાર ધવલ પટેલ વિજેતા : સર્વે રિપોર્ટ

એક ગુજરાતી ન્‍યુઝ ચેનલના એક્‍ઝિટ પોલ સર્વેમાં વલસાડના 25 પૈકી 22 પત્રકારોએ ધવલ પટેલને વિજેતા દર્શાવ્‍યા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.02: આખા દેશની નજર અને ધ્‍યાન તા.04 જૂનના દિવસ ટકેલ છે. કારણ કે તા.04 જૂનના રોજ લોકસભાની સામાન્‍ય ચૂંટણીનું પરિણામ જાહેર થવાનું છે. પરંતુ એ પહેલા ભારતની તમામ હિન્‍દી-ગુજરાતી ન્‍યુઝ ચેનલે તા.01 શનિવારના રોજ એક્‍ઝિટ પોલ જાહેર કર્યા હતા. તમામ ચેનલના એક્‍ઝિટ પોલ ભાજપ એન.ડી.એ. 350 થી 390 સુધી સીટ જીતી વિજય હેટ્રીક લગાડશે તેવો સર્વે જાહેર થયો હતો.
લોકસભા ચૂંટણી એક્‍ઝિટ પોલ સર્વેમાં ગુજરાતી ન્‍યુઝ ચેનલો પણ એક્‍ઝિટ પોલ રજૂ કર્યા હતા તે પૈકી ગુજરાતી એક ન્‍યુઝ ચેનલએ વલસાડના 25 પત્રકારોને મળી સર્વે કર્યો હતો. જેમાં 22 પત્રકારોએ ભાજપના ઉમેદવાર ધવલ પટેલને વિજેતા દર્શાવ્‍યા હતા તેમજ ભાજપ ઉમેદવારના પ્રતિસ્‍પર્ધી એવા કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ હારે છે તે મત પત્રકારોએ દર્શાવ્‍યો છે. જો કેનેશનલ સર્વેમાં એન.ડી.એ. ભાજપ જીતે છે તેવા સર્વે આધિન સરકાર ભાજપ એન.ડી.એ.ની બનવા જઈ રહી છે. તેથી પરંપરા મુજબ વલસાડની બેઠક પણ ભાજપ જીતશે અને એ પરંપરા જળવાઈ રહેશે તેવુ એક્‍ઝિટ પોલ થકી હાલ જાહેર થયું છે. સાચું પરિણામ તો 4 જૂને બહાર આવી જશે કે વલસાડના મતદારોએ કમલને મતો આપ્‍યા છે કે હાથના પંજાને.

Related posts

વાપીમાં સમસ્‍ત કચ્‍છ-સૌરાષ્‍ટ્ર આહિર સમાજ દ્વારા શરદ પૂનમની પરંપરાગત ઉજવણી

vartmanpravah

કપરાડા કુંભઘાટમાં વરસાદી ખાડાઓને લઈ બે દિવસમાં ત્રણ ટ્રક પલટી મારી ગઈ

vartmanpravah

દીવની વાત્‍સલ્‍ય સંસ્‍થામાં ‘‘રાષ્‍ટ્રીય મનોદિવ્‍યાંગ દિન”ની સાદગી પૂર્વક ઉજવણી કરાઈ

vartmanpravah

દાનહના સાયલી પંચાયત દ્વારા મહિલાઓને વર્મી કમ્‍પોઝ અને સેન્‍દ્રીય ખાતર બનાવવા માટે ટ્રેનિંગ અપાઈ

vartmanpravah

વલસાડ ખાતે યોજાયેલા મુખ્યમંત્રીશ્રીના ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂ થયેલા ૧૩ પૈકી ૧૧ પ્રશ્નોનો નિકાલ કરાયો

vartmanpravah

દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે વરસાદઃ ખેડૂતોમાં ચિંતાનો માહોલ

vartmanpravah

Leave a Comment