Vartman Pravah
Breaking Newsદમણદીવસેલવાસ

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

પ્રદેશના ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર તપસ્‍યા રાઘવે પત્રકાર પરિષદમાં આપેલી માહિતી
1લી ઓક્‍ટોબરથી ઉમેદવારી પત્રક ભરાવાનો આરંભઃ ઉમેદવારી પત્રક ભરાવાની અંતિમ તા.8મી ઓક્‍ટોબર
ઉમેદવારી પત્રકોની ચકાસણી 11મી ઓક્‍ટોબરે અને ઉમેદવારી પત્રક પરત ખેંચવાની અંતિમ તા.16મી ઓક્‍ટોબર, 2021
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવી દિલ્‍હી, તા. 28
ભારતના ચૂંટણી પંચે દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટેની પેટા ચૂંટણી અગામી તા.30મી ઓક્‍ટોબરે યોજવાનું નક્કી કરતા આજે પ્રદેશના ચીફ ઈલેક્‍ટોરલ ઓફિસર શ્રીમતી તપસ્‍યા રાઘવ અને જોઈન્‍ટ ઈલેક્‍ટોરલ ઓફિસર શ્રી આશિષ મોહને આજે પત્રકાર પરિષદમાં જાણકારી આપી હતી કે, દાદરા નગર હવેલી જિલ્લામાં ચૂંટણીની આચારસંહિતા લાગુ થઈ ચુકી છે.
મોહનભાઈ ડેલકરના અસામાયિક મૃત્‍યુથી દાદરા નગર હવેલી લોકસભાની બેઠક ખાલી પડી હતી. જેની ચૂંટણી 22મી ઓગસ્‍ટ સુધી કરવી જરૂરી હતી. પરંતુ દેશભરમાં ફેલાયેલા કોવિડ-19ના રોગચાળાના કારણે અન્‍ય રાજ્‍યોમાં પણ યોજાનારી પેટા ચૂંટણીની સાથે લંબાવવામાં આવી હતી.
ચૂંટણી પંચે દાદરા નગર હવેલીની સાથે ખાલી પડેલ લોકસભાની મધ્‍યપ્રદેશની ખાંડવા અનેહિમાચલ પ્રદેશની મંડી બેઠક માટેની પેટા ચૂંટણી પણ જાહેર કરી છે.
અગામી 1લી ઓક્‍ટોબર, 2021ના રોજ ગેઝેટ નોટિફિકેશન જારી કરવાની સાથે ઉમેદવારી પત્રક ભરવાનો પણ આરંભ થશે. ઉમેદવારી પત્રક ભરવાની અંતિમ તા.8મી ઓક્‍ટોબર, 2021ના રોજ નિર્ધારિત છે. જ્‍યારે ચકાસણી 11મી ઓક્‍ટોબરના રોજ કરવામાં આવશે. ઉમેદવારી પત્રક પરત ખેંચી લેવાની અંતિમ તા.13મી ઓક્‍ટોબર, 2021 છે અને ચૂંટણી તા.30મી ઓક્‍ટોબર, 2021ના રોજ યોજવામાં આવશે. મતગણતરી 2 નવેમ્‍બર, 2021ના રોજ નિર્ધારિત કરાઈ છે.
દાદરા નગર હવેલી લોકસભાની બેઠક માટેની પેટા ચૂંટણી દરમિયાન કાયદો અને વ્‍યવસ્‍થા જાળવી પારદર્શક ન્‍યાયી અને તટસ્‍થ ચૂંટણી યોજવા ચૂંટણી તંત્રએ પોતાની પ્રતિબધ્‍ધતા દર્શાવી છે.

Related posts

વાપી હાઈવે વૈશાલી ચોકડી પાસે પારડી વિધાનસભા વિસ્‍તાર ભાજપ મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયનો પ્રારંભ

vartmanpravah

દમણમાં મશરૂમની ખેતીથી બહેનોને આત્‍મનિર્ભર બનાવવાના આયોજનને મળેલો વધુ વેગ

vartmanpravah

વલસાડ ડુંગરી જોરાવાસણ વિસ્‍તારમાં સોશિયલ મીડિયામાં પ્રસિધ્‍ધિ મેળવવા બર્થડેમાં તલવારથી કેક કાપવી ભારે પડી

vartmanpravah

મુખ્‍યમંત્રી શ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલે પૂરના અસરગ્રસ્‍ત નવસારી જિલ્લાના આશ્રયસ્‍થાનની મુલાકાત લઈને અલુણાવ્રત રાખનાર બાળકી સાથે સંવેદનશીલ સંવાદ કરી માનવીય અભિગમ દાખવ્‍યો

vartmanpravah

નરોલી પીએચસીના ફાર્માસિસ્‍ટ રમેશસિંહ સોલંકીનો વિદાય સમારંભ યોજાયો

vartmanpravah

દમણના ડો. રાજેશભાઈ વાડેકરને આંતરરાષ્‍ટ્રીય વિશ્વ હિન્‍દુ પરિષદના અધ્‍યક્ષ ડો.પ્રવિણભાઈ તોગડીયાનું અભિવાદન કરવા મળેલી તક

vartmanpravah

Leave a Comment