(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.13 : શ્રી દમણ જિલ્લા આદિવાસી સમાજ દ્વારા શુક્રવાર તા.15મી નવેમ્બરે ભગવાન બિરસા મુંડા જયંતિ-આદિવાસી ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. સવારે 10:00 વાગ્યે મોટી દમણના બિરસા મુંડા ચોક ઝરી ખાતે આદિવાસી ગૌરવ દિવસની ઉજવણી કરવામાં આવશે. આદિવાસી ગૌરવ દિવસનીઉજવણીને સફળ બનાવવા માટે દમણ જિલ્લાના તમામ આદિવાસી આગેવાનો રાત-દિવસ મહેનત કરી રહ્યા છે.