Vartman Pravah
Breaking Newsદમણ

દમણવાડા ગ્રામ પંચાયત દ્વારા સંવિધાન દિવસના ઉપલક્ષમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવનાનું કરાયેલું વાંચન

સરપંચ મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં બંધારણમાં સમાયેલા મુલ્‍યોને પોતાના જીવનમાં આત્‍મસાત કરવા લેવાયેલો સંકલ્‍પ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.26
આજે સંવિધાન દિવસના ઉપલક્ષમાં દમણવાડા ગ્રામ પંચાયતના પરિસરમાં ભારતના બંધારણની પ્રસ્‍તાવના (આમુખ)નું વાંચન સરપંચ શ્રી મુકેશ ગોસાવીના નેતૃત્‍વમાં સ્‍ટાફ તથા ગ્રામજનો દ્વારા કરવામાં આવ્‍યું હતું.
પ્રાપ્ત માહિતી પ્રમાણે આજે દમણવાડા ગ્રામ પંચાયત કાર્યાલયના પરિસરમાં બંધારણની પ્રસ્‍તાવનાનું વાંચન કરી બંધારણમાં સમાયેલા મુલ્‍યોને પોતાના જીવનમાં આત્‍મસાત કરવાનો સંકલ્‍પ લેવાયો હતો. આ પ્રસંગે ગ્રામ પંચાયતના સેક્રેટરી શ્રી નિખિલભાઈ મિટના, શ્રી ગણેશભાઈ પટેલ, શ્રી સુલેખ દમણિયા, શ્રીમતી મધુબેન બારી,શ્રી રાહુલ ધોડી વગેરે ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દાનહ પ્રદેશ કાર્યાલય ખાતે કોંગ્રેસ સ્‍થાપના દિવસની ઉજવણી કરાઈ

vartmanpravah

નાની દમણ આટિયાવાડ ગ્રામ પંચાયતના સરપંચ તરીકે અમિત લાલુભાઈ પટેલની નિમણૂક કરાઈ

vartmanpravah

દાનહના સાંસદ કલાબેન ડેલકરે સુરંગી પંચાયતની મુલાકાત લઈ ગ્રામજનોની સાંભળેલી સમસ્‍યા

vartmanpravah

ગણદેવી ખાતે ગ્રાહકોની જાગૃતિ અને અધિકાર અંતર્ગત સેમિનાર યોજાયો

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપ દ્વારા સદસ્‍યતા અભિયાનનો પ્રારંભઃ હજારો સભ્‍યોએ બાંધી ભાજપની કંઠી

vartmanpravah

બગવાડામાં ચાર મહિના પહેલા થયેલ ચોરીનો ભેદ ઉકેલતી પારડી પોલીસ

vartmanpravah

Leave a Comment