(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.09: વાપીમાં વસતા કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા છેલ્લા 55 વર્ષથી લીંબાણી હાઉસ કોપરલી રોડ પર નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવે છે. જેમાં બાળાઓ, મહીલાઓ, સમાજના મોભીઓ, વડીલો, પ્રાચીન-અર્વાચીન ગરબાની જમાવટ કરી રહ્યા છે. છેલ્લા 55 વર્ષથી હિન્દુ સંસ્કૃતિનું જતન જળવાઈ રહે તે રીતે સમાજના આગેવાનો દ્વારા આયોજન કરવામાં આવે છે. સમાજના યુવાનો અહીં જ નવરાત્રીમાં ગરબાની રમઝટ બોલાવે છે. આ પ્રસંગે સમાજના મોભી શ્રી હંસરાજભાઈએ જણાવ્યું કે, અહીંયા અમો પારંપારીક ગરબા તેમજ માતાજીના જ ગુણગાન ગાયને નવરાત્રી મહોત્સવ ઉજવીએ છીએ.