(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
વલસાડ, તા.30: વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ખાતે સ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે ઇનોવેશન ક્લબ હેઠળ બે દિવસીય પ્રબોધ લેવલ ટ્રેનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજના રસાયણશાષા વિષયના અધ્યાપિકા અંજલી દરજી દ્વારા કરવામાં આવ્યું હતું. કોલેજના આચાર્ય દિપક ધોબી અને પ્રો.યોગેશ હળપતિ દ્વારાસંપૂર્ણ સહકાર આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ટ્રેનર હર્ષી જાની દ્વારા વિવિધ પ્રકારની ઇનોવેશન કીટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેવી કે ચ્લ્ભ્8266 – ડોર લોક, પેપર માઇક્રોસ્કોપ, ડિજિટલ માઇક્રોસ્કોપ, બ્રેડ બોર્ડ, ખ્શ્વફુયશઁં શ્ફબ્, ગેસ ડિટેક્ટર, ઝણ્વ્ ડિટેક્ટર, ષ્શ-જ્શ હોમ ઓટોમેશન, ગ્શ્રયફૂદ્દંદ્દત્ર્ હોમ ઓટોમેશન, સાઉન્ડ સેન્સર અંગે વિદ્યાર્થીઓને સમજ પૂરી પાડવામાં આવી હતી. કોલેજના એફ વાય બી.એસસી.માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થી તેમજ કોલેજના આચાર્ય અને અધ્યાપકોએ આ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.