January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા આયોજીત નવરાત્રી મહોત્‍સવના છઠ્ઠા નોરતે ખેલૈયાઓ ઝુમી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.09: વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા છેલ્લા 6 વર્ષથી સમાજના પરિવારો માટે નવરાત્રીનું ભવ્‍ય આયોજન કરવામાં આવે છે.
વાપી સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ભવન હરિયા હોસ્‍પિટલ રોડ ખાતે સમાજના યુવાનો દ્વારા ભવ્‍ય આયોજન કરવામાં આવ્‍યું છે. પારંપારિક વેશભૂષામાં સમાજના યુવાનો, વડીલો, માતા, બહેનો મોટી સંખ્‍યામાં ગરબે રમવા આવે છે. એકદમ પારંપારિક માહોલમાં તેમજ કોઈપણ ફિલ્‍મી ગીત કે વલ્‍ગારીટીવાળાસોંગ વગાડવામાં આવતા નથી. માત્ર માતાજીના જ ગરબા વગાડવામાં આવે છે. તેમજ સમાજના દરેક પરિવારોને ફ્રી એન્‍ટ્રી આપવામાં આવે છે. તેમજ સમાજના મોભીઓ દ્વારા રોજેરોજ અવનવા નાસ્‍તાઓ પણ ખેલૈયાઓ માટે રાખવામાં આવ્‍યા છે. આ રીતે સૌરાષ્‍ટ્ર લેઉવા પટેલ સમાજ ખાતે ભવ્‍યાતિભવ્‍ય નવરાત્રિ મહોત્‍સવ-2024નું આયોજન કરવામાં આવ્‍યું છે.

Related posts

ચીખલીના રાનવેરીકલ્લા ગામે બે પુત્રીઓએ પિતાના પાર્થિવદેહને આપેલો અગ્નિદાહ

vartmanpravah

સંઘપ્રદેશભાજપ પ્રદેશ પ્રમુખ દીપેશભાઈ ટંડેલની અધ્‍યક્ષતામાં પાર્ટીએ દાનહ લોકસભાની પેટા ચૂંટણીના પ્રચારની કરેલી શરૂઆત

vartmanpravah

વાપીના ઓટો શો રૂમોમાં ચોરી કરી ફરાર થયેલો ચોર ઝડપાયો

vartmanpravah

સ્‍વ.મંજુબેન દાયમાની 16મી પુણ્‍યતિથિએ દાયમા પરિવારે સેવા દિવસ મનાવ્‍યો

vartmanpravah

પારડીમાં પોલીસ અને ચોરો વચ્‍ચે સંકલન હોવાની લોકોમાં કાનાફુસી: ચોરોને ઝભ્‍ભે કરવામાં પોલીસ નિરંતર સદંતર નિસફળ : પારડીમાં ધોળે દિવસે પણ ચોરો સક્રિય

vartmanpravah

દાનહમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment