(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.10: શ્રી રાજ રાજેશ્વરી વિદ્યા મંદિરમાં નવરાત્રી કાર્યક્રમનું આયોજન તા.10-10-2024 ને ગુરૂવારના દિવસે શાળાના પ્રાંગણમાં કરવામાં આવ્યું હતું. શાળાના ચેરમેન શ્રી હિંમતસિંહજી જાડેજાએ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને નવરાત્રીની શુભેચ્છા પાઠવી હતી. શાળાની કાઉન્સિલર ભારતી બા જાડેજા, શાળાની આચાર્યા ડો.રાજેશ્વરી મેમે દીપ પ્રજ્વલિત કરીત્યાર બાદમાં આદ્યશક્તિની આરતી કરવામાં આવી હતી. શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને નવરાત્રીની માહિતી પૂરી પાડવામાં આવી હતી કે, આસો મહિનામાં શરદ નવરાત્રીની ઉજવણી થાય છે અને વસંતચ કાળમાં વસંત નવરાત્રીની ઉજવણી થાય છે. જેને ખૂબ જ મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. 1.ચૈત્રી (વસંત) નવરાત્રીઃ માઁ શક્તિના નવ સ્વરૂપોની રીતે નવ દિવસોમાં સમર્પિત થયેલો ઉત્સવ છે. હિંદુ શાષાો અને માન્યતાઓ અનુસાર, આ તહેવાર અનિષ્ટ પર સારાની જીતનું પ્રતીક છે. એવું માનવામાં આવતું હતું કે, દેવી દુર્ગાએ નવ દિવસ સુધી રાક્ષસ મહિષાસુર કે જે અહંકારનું પ્રતિનિધિત્વ કરે છે તેની સાથે યુદ્ધ કર્યું હતું અને અંતિમ દિવસે, જ્યારે માઁ દૂર્ગાએ રાક્ષસનો શિરચ્છેદ કર્યો હતો ત્યારે તેને વિજય દશમી કહેવામાં આવે છે. નવરાત્રીનું વૈજ્ઞાનિક મહત્ત્વ, આર્થિક મહત્ત્વ, નારી શક્તિનું મહત્ત્વ તેમજ ઉપાસના પદ્ધતિ અને પરંપરા વિશે વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂラરું પાડવામાં આવ્યું હતું. આમ, નવરાત્રીની ઉજવણી ખૂબ જ હર્ષ ઉલ્લાસથી કરવામાં આવી હતી.
![](https://newsreach-publisher.s3.ap-south-1.amazonaws.com/vartmanpravah.com/2024/10/WhatsApp-Image-2024-10-10-at-6.30.13-PM.jpeg)