September 3, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

અરનાલામાં ચૂલો સળગાવા ગયેલ મહિલા દાઝી

કમર અને પગના ભાગે દાઝતા સારવાર અર્થે વલસાડ સિવિલમાં ખસેડાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.11: પારડી તાલુકાના અરનાલા કોસમ પાતળી ફળિયા ખાતે રહેતી રાજુબેન ભગુભાઈ પટેલ આજરોજ તા.11.10.2024 સવારે પાણી ગરમ કરવા માટે કરસાટી (લાકડા) અને લાઇટર લઈ ચૂલો સળગાવી રહ્યા હતા. આ દરમ્‍યાન અચાનક તેમણે પહેરેલ ચણીયામાં આગ લાગતા તેઓ કમર અને પગના ભાગે દાઝી ગયા હતા.
એમના પુત્ર ચંપક અને પતિ ભગુભાઈ તથા આજુબાજુના પાડોશીઓએ 108 એમ્‍બ્‍યુલન્‍સને ફોન કરી બોલાવતા સારવાર અર્થે પ્રથમ નાનાપોંડા સીએચસી ખાતે લઈ ગયા હતા. નાનાપોંડા સીએચસી ખાતે પ્રાથમિક સારવાર આપ્‍યા બાદ વધુ સારવાર અર્થે એમને વલસાડ સિવિલ હોસ્‍પિટલ ખાતે આઇસીયુમાં ખસેડવામાં આવ્‍યા હતા. જ્‍યાં તેમનીતબિયત સુધારા પર હોવાનું ડોક્‍ટરએ જણાવ્‍યું હતું. આ અંગેની જાણ એમના પુત્ર ચંપકભાઈએ પારડી પોલીસ સ્‍ટેશનમાં કરાતા પારડી પોલીસ સ્‍ટેશનના એએસઆઈ ઉમેશભાઈ ધીરુભાઈ વધુ તપાસ કરી રહ્યા છે.

Related posts

સાયલીની કેમકો કંપનીના કામદારોએ પગાર વધારા મુદ્દે પાડેલી હડતાલ

vartmanpravah

પ્રદેશ ભાજપ ઓબીસી મોરચાના મહામંત્રી ભરતભાઈ પટેલના નેતૃત્‍વમાં દમણ જિલ્લા ભાજપના દુણેઠા મંડળના પ્રમુખની ચૂંટણીનો યોજાયો શાનદાર કાર્યક્રમ

vartmanpravah

દાનહમાં સામરવરણી અને મસાટ પંચાયતોની ગ્રામસભા સંપન્ન

vartmanpravah

દીવ ખાતે ચાર દિવસીય ઈ-ટીચર ટ્રેનિંગ સંપન્ન

vartmanpravah

જિલ્લા ન્‍યાયાલય સેલવાસનો ચુકાદો : માસૂમ બાળકીની હત્‍યા કરનાર માતાને ઉંમર કેદ અને રૂા.10 હજાર રોકડનો દંડ

vartmanpravah

ભિલાડથી સોનલબેન ગુમ થયા

vartmanpravah

Leave a Comment