July 18, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતદમણદેશ

18 વર્ષ બાદ દમણ કોર્ટથી આવેલો ચૂકાદો: દમણ પુલ દુર્ઘટના માટે ત્રણ એન્‍જિનિયરો દોષિત : બે વર્ષની સજા અને રૂા.16500નો દંડ

28મી ઓગસ્‍ટ, ર003ના રોજ નાની અને મોટી દમણને જોડતો દમણગંગા નદી ઉપરનો પુલ ધ્‍વસ્‍ત થતાં શાળાના 28 વિદ્યાર્થીઓ, 1 શિક્ષક અને 1 રાહદારી મળી કુલ 30 વ્‍યક્‍તિઓ કાળના ખપ્‍પરમાં હોમાઈ ગઈ હતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દમણ, તા.23
18 વર્ષ પહેલા થયેલી દમણ પૂલ દુર્ઘટનાની આજે દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ શ્રી અમિત પી.કોકાટેએ સુનાવણી કરતા જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક એન્‍જિનિયર ભરત ગુપ્તા, સહાયક એન્‍જિનિયર ધીરુભાઈ પ્રભાકર અને આસિ. સર્વેયર ઓફ વર્ક્‍સ ઈશ્વરદત્ત શાંતારામ તલેકરને દોષિત ઠેરવી બે વર્ષની જેલની સજા અને રૂા.16500ના દંડનો આદેશ કર્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે 28મીઓગસ્‍ટ, ર003ના રોજ નાની અને મોટી દમણને જોડવાવાળા દમણનો પુલ તુટતા તેમાં શાળામાં અભ્‍યાસ કરતા 28 બાળકો, 1 શિક્ષક અને 1 રાહદારી મળી કુલ 30 વ્‍યક્‍તિઓના મોત થયા હતા. આ ઘટનામાં દમણ પોલીસે આઈપીસીની 304(એ), 337, 338,427 તથા જાહેર સંપત્તિના નુકસાન હેઠળની કલમ 3 અને4 અંતર્ગત કેસ દર્જ કરી પોલીસે સાત વ્‍યક્‍તિઓને આરોપી બનાવી તેમની ધરપકડ કરી 18મી ઓગસ્‍ટ, 2008ના રોજ દમણ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરી હતી. પરંતુ ત્‍યારબાદ મુંબઈ હાઈકોર્ટના આદેશથી દમણગંગા પુલ દર્ઘટના પ્રકરણમાં ફક્‍ત આઈપીસીની કલમ 304(એ) અંતર્ગત જ કાર્યવાહી થઈ હતી.
18 વર્ષ જુના આ પ્રકરણને લઈ દમણના ચીફ જ્‍યુડિશીયલ મેજીસ્‍ટ્રેટ સામે થયેલી સુનાવણી બાદ સીજીએમ શ્રી અમિત પી.કોકાટેએ જાહેર બાંધકામ વિભાગના કાર્યપાલક ઈજનેર ભરત ગુપ્તા, સહાયક એન્‍જિનિયર ધીરુભાઈ પ્રભાકર અને જાહેર બાંધકામ વિભાગના આસિ.સર્વેયર ઓફ વર્ક્‍સ ઈશ્વરદત્ત તલેકરને દોષિત ઠેરવી બે વર્ષની જેલ અને 16500 રૂપિયાના દંડની સજા સંભાળવી હતી. આ પ્રકરણમાં એક આરોપી બી.સી.મોદીને છોડી દેવામાં આવ્‍યા હતા અને ત્રણ આરોપીઓનું મૃત્‍યુ થઈ ચૂક્‍યું છે. આ ઘટનામાં સરકારી પબ્‍લીક પ્રોસિક્‍યુટર શ્રી રામમુકુંદ દેશપાંડેએ જોરદાર દલીલ કરી હતી.

Related posts

મહાશિવરાત્રીના પર્વ અને આંતરરાષ્‍ટ્રીય મહિલા દિવસ નિમિત્તે હરીશ આર્ટ દ્વારા કરચોંડ ગામની મહિલાઓને સાડી અને બાળકોને કપડાં વિતરણ કરાયા

vartmanpravah

પ્રાકૃતિક ખેતીમાં મિશ્રપાક પદ્ધતિ ખેડૂતો માટે બની ફળદાયી: ધરમપુર તિસ્‍કરી તલાટના ખેડૂતે ડ્રેગન ફ્રુટની સાથે મરચાં અને ગલગોટાની ખેતી કરી મેળવ્‍યું વધુ ઉત્‍પાદન

vartmanpravah

દમણમાં સંઘપ્રદેશ સ્‍તરીય પ્રી-સુબ્રોતો મુખરજી કપ ફૂટબોલ ટુર્નામેન્‍ટનો પ્રારંભ

vartmanpravah

‘ગાયત્રી પરિવાર-સેલવાસ’ દ્વારા દાનહમાં ત્રણ દિવસીય જ્‍યોતિ કળશ રથયાત્રા યોજાઈ

vartmanpravah

તા. ૧૬મી માર્ચથી ૧૨ થી ૧૪ વર્ષના બાળકોને રસીકરણની શરૂઆત કરાશે

vartmanpravah

વાપીમાં નવા રેલવે ઓવરબ્રિજ બનાવવા હેતુ જમીન સંપાદન અને દબાણો હટાવવાની નોટિસો અપાઈ

vartmanpravah

Leave a Comment