Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

‘વર્તમાન પ્રવાહ’ના અહેવાલ બાદ ચીખલીના ફડવેલમાં પ્રાથમિક શાળાના ઓરડાના બાંધકામમાં નબળી ગુણવત્તા અંગે ટીપીઓ દ્વારા હાથ ધરાયેલી તપાસ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.01: ફડવેલના ગામતળ સ્‍થિત મુખ્‍ય પ્રાથમિક શાળામાંઓરડાના બાંધકામમાં હલકી કક્ષાની રેતી સહિતનો માલા સામાનનો ઉપયોગ કરી ડિઝાઈન મુજબ બીમ કોલમમાં સળિયાનો ઉપયોગ ન કરી તકલાદી કામ કરાતું હોવાની ફરિયાદમાં સ્‍થાનિક જિલ્લા પંચાયત સભ્‍યએ સ્‍થળ મુલાકાત કરી કોન્‍ટ્રાકટરને ફટકાર લગાવતા તે અંગેના અખબારી અહેવાલ બાદ જિલ્લા પંચાયતના પ્રમુખે સ્‍થાનિક જિલ્લા પંચાયત સભ્‍ય એસ.કે.પટેલ, તાલુકા સભ્‍ય મહેશભાઈ સરપંચ પતિ હરીશભાઈ ટીપીઈઓ વિજયભાઈ નાયકા સાથે વિઝીટ કરી બાંધકામની ગુણવતા બાબતે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહિ તેમ રોકડું પરખાવી કામની ગુણવત્તા સુધારવા તાકીદ કરી હતી.
આ દરમ્‍યાન આજે ઈજારદાર દ્વારા ખરાબ થયેલી સિમેન્‍ટનો જથ્‍થો ઉપાડી લેવાયો હતો. સાથે સ્‍ટોકમાં રહેલ રેતીનો ઉપયોગ કોન્‍ક્રીટમાં ન કરવાની મૌખિક બાહેંધરી આપી હતી.
તાલુકામાં સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત કરાતા ઓરડાના બાંધકામોમાં ઘણા ગામોમાંથી બાંધકામની ગુણવતા અંગેની ફરિયાદ ઉઠવા પામી છે. થોડા દિવસ પૂર્વે નોગામાં ગામે પણ ગુણવતાવીહીન રેતી હોવાથી સ્‍થાનિકોએ કડક વલણ અપનાવતા ઈજારદારે રાતોરાત રેતીનો જથ્‍થો બદલીને પછી સ્‍લેબ ભર્યો હતો.તકલાદી બાંધકામ કરાતા નિર્માણના ટૂંકા સમયમાં જ ઓરડાઓ ખખડધજ થઈ બિન ઉપયોગી બનતા હોય છે.

ગુણવત્તા અંગે કોઈપણ બાંધછોડ કરાશે નહિ

ટીપીઈઓ વિજયભાઈના જણાવ્‍યાનુસાર ફડવેલ ગામે આજે પ્રમુખશ્રીએ સ્‍થાનિક સભ્‍યો સાથે ઓરડાના બાંધકામનું નિરીક્ષણ કરી ગુણવત્તા અંગે કોઈપણ બાંધછોડ કરાશે નહિ. અને નબળી ગુણવત્તા વાળું મટિરિયલ્‍સ ન ઉપયોગી કરવાની સૂચના આપી હતી. અને અમે પણ આવા પ્રશ્નો બાબતે આચાર્યને તાલુકામાં જાણ કરવા જણાવ્‍યું હતું. જેથી તાલુકા કક્ષાએ નિરાકરણ આવી શકે.

Related posts

ચીખલીઃ રાનવેરીખુર્દની આંગણવાડીના ભૂલકાંઓ છેલ્લા એક વર્ષથી પ્રાથમિક શાળાના ઓટલા પર બેસી અભ્‍યાસ કરવા મજબુર

vartmanpravah

રાષ્‍ટ્રીય સફાઈ કર્મચારી આયોગના અધ્‍યક્ષ એમ. વેંકટેશને દમણ ન.પા. અને જિ.પં.ના સફાઈકર્મીઓની સ્‍થિતિ અને સમસ્‍યાની મેળવેલી જાણકારી

vartmanpravah

ચીખલીના સમગ્ર જૈન સંઘ દ્વારા રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી દમણગંગા નદી કિનારે 212 એકર જમીનમાં ઈન્‍ડસ્‍ટ્રીયલ હબ આકાર લેશે

vartmanpravah

કેબીએસ એન્‍ડ નટરાજ કોલેજમાં શિક્ષકો માટે સેમીનાર યોજાયો

vartmanpravah

કપરાડા તાલુકાના બારપૂડા ગામે બિરસા મુંડાની જન્‍મજયંતિની ઉજવણી કરવામાં આવી

vartmanpravah

Leave a Comment