October 13, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ 3 વર્ષ પહેલા વાપીથી ગુમ થયેલા બાળકનો માતાપિતા સાથે મેળાપ કરાવ્‍યો

આઠ વર્ષીય બાળક મિત્ર સાથે ફરવા જવા ટ્રેનમાં બેસી ગયો હતો અને નાસિક પહોંચી ગયો હતો

બાળકને માતા પિતાનું નામ પણ યાદ ન હોવાથી પરિવારને શોધવામાં ભારે મહેનત કરવી પડી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ,તા.14: આજથી લગભગ 3 વર્ષ પહેલાં વાપીના ડુંગરાથી આઠ વર્ષીય બાળક ગુમ થયુ હતુ. જેનો વલસાડની ચાઈલ્‍ડ વેલફેર કમિટી અને વાપી જીઆઈડીસી પોલીસે બાળકનું માતા-પિતા સાથે પુનઃમિલન કરાવતા ભાવુક દ્રશ્‍યો સર્જાયા હતા.
વાપીના ડુંગરાથી એક શ્રમિક પરિવારનો આઠ વર્ષીય દીકરો એના મિત્ર સાથે ફરવા જવા ટ્રેનમાં બેસી નાસિક પહોંચી ગયો હતો ત્‍યાંથી એના મિત્રને તો એના પિતા પરત ઘરે લઈ ગયા પરંતુ આ બાળક વિખૂટું પડી ગયું હતુ. રેલવે પોલીસને બિનવારસી હાલતમાં બાળક મળી આવતા નાશિક ચાઈલ્‍ડ વેલફેર કમિટીને સોંપી દીધો હતો. બે દિવસ પહેલાં નાસિક ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીનાં ચેરપર્સન ભુવનેશ્વરીબેન દેસાઇનો સંપર્ક કરતા તેમણે નાસિક ખાતે રહેતા બાળક સાથે ટેલીફોનિક વાત કરી હતી. જેમાં બાળકે પોતે વાપીનો હોવાનું જણાવતાં ચાઈલ્‍ડ વેલફેર કમિટીએ ચર્ચા વિચારણા કરી વાપી જી.આઇ.ડી.સી.નાં પી.આઈ મયુરભાઈ પટેલનો સંપર્ક કરતાં તરત જ પી.આઇ.પટેલે એમની લ્‍.ણ્‍.ઘ્‍. ટીમને વલસાડ ચાઈલ્‍ડ વેલફેર કમિટીનાં અધિકારી સાથે પોલીસ વાહનની સગવડ કરી આપી હતી. ટીમના જગદીશભાઈ અને વિજયભાઈએ ચાર કલાકમાં બાળકનાં માતા-પિતાને શોધી કાઢયા હતા.
આ અંગે વાપી જીઆઈડીસીના પી.આઈ. મયુરભાઈ પટેલેજણાવ્‍યું કે, વર્ષ 2022માં બાળક વાપીના ડુંગરાથી ગુમ થયું હતું. તે સમયે માતા પિતાએ શોધખોળ કરી હતી પરંતુ પત્તો લાગ્‍યો ન હતો. બાળકનો કબજો વલસાડની ચાઈલ્‍ડ વેલફેર કમિટીને મળ્‍યા બાદ બાળકનું કાઉન્‍સેલિંગ કરતા તેને પોતાના માતા પિતાનું નામ પણ યાદ ન હતું. ઘરનું સરનામુ પૂછતા એટલું જણાવ્‍યુ હતું કે, પોતાના ઘરની નજીક હનુમાનજી દાદાનું મંદિર છે. જેથી પોલીસની સી ટીમ અને વેલફેર કમિટીની ટીમે વાપીનો વિસ્‍તાર ખૂંદી કાઢતા છેવટે છીરી રણછોડજી નગરમાં હનુમાનજી મંદિર નજીક પોતાનું ઘર બાળકે ઓળખી લેતા માતા પિતાનો પત્તો લાગ્‍યો હતો.
ચાઈલ્‍ડ વેલફેર કમિટીનાં ચેરપરર્સન ભુવનેશ્વરી દેસાઇ, ભારતીબેન ચૌહાણ, કળપલબેન દિક્ષિત, રૂપેશભાઈ પાંડે તથા જયદીપભાઇ સોલંકીએ બાળકના માતા-પિતાને ચાઈલ્‍ડ વેલફેર કમિટીની ઓફિસ વલસાડ ખાતે બોલાવી બાળક સાથે પુનઃમિલન કરાવી બાળકનો કબજો અધિકળત રીતે સોંપ્‍યો હતો.

Related posts

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

vartmanpravah

પારડીના એડવોકેટની કારને ગંભીર અકસ્‍માત

vartmanpravah

વાપી ઈમરાનનગરમાં પાન મસાલાના વેપારીની બાઈક ઉપરથી માલ ભરેલો 60 હજારનો થેલો તફડાવાયો

vartmanpravah

વાપી વૈશાલી હાઈવે ઉપર સ્‍ટેયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક પલટી મારી ડિવાઈડર ઉપર ચઢી ગઈ

vartmanpravah

સેલવાસની શિવપ્રકાશ મેમોરિયલ સ્‍કુલમાં સાંસદ કલાબેન ડેલકર દ્વારા કરાયેલું નારી શક્‍તિઓનું સન્‍માન

vartmanpravah

વાપી નેશનલ હાઈવે યુપીએલ સવિસ રોડ ઉપર ચોમાસાના પાણીથી બનેલું તળાવ હવે ગંદકીના તળાવમાં ફેરવાયુંઃ હાઈવે ઓથોરિટી મૌન 

vartmanpravah

Leave a Comment