Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના ફડવેલમાં કેબલ વાયર રિપેરીંગ સમયે વીજ કંપનીના રાનકુવા સબ ડિવિઝનના આસિસ્‍ટન્‍ટ લાઈનમેનને કરંટ લાગતા મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.14: પોલીસ મથકેથી પ્રાપ્ત વિગત મુજબ રવિવારના રોજ ફડવેલ ગામે જીઇબીનો થાંભલો તૂટી ગયેલ હોય સાંજના સાડા સાતેક વાગ્‍યાના અરસામાં ડિજિબીસીએલના રાનકુવા સબ ડિવિઝનમાં આસિસ્‍ટન્‍ટ લાઈનમેન તરીકે ફરજ બજાવતા નીતિનભાઈ નગીનભાઈ રાઠોડ (ઉ.વ-48) (રહે.દેવધા પુણામી સ્‍ટ્રીટ તા.ગણદેવી જી.નવસારી) કેબલ વાયરનું રીપેરીંગ કરી રહ્યા હતા. ત્‍યારે તેમને વીજ કરંટ લાગતા પ્રથમ રાનકુવાની ખાનગી અને ત્‍યાંથી આલીપોરની હોસ્‍પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. બાદમાં ચીખલીની સ્‍પંદન હોસ્‍પિટલમાં લાવતા ત્‍યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા.
બનાવનેપગલે મોટી સંખ્‍યામાં વીજ કંપનીના કર્મચારીઓ હોસ્‍પિટલ ખાતે એકત્ર થઈ ગયા હતા. અને સાથી કર્મચારીના મોતથી સમગ્ર વર્તુળમાં શોકની લાગણી ફેલાઈ જવા પામી હતી.
બનાવ અંગે મરનારના ભાઈ શશીકાંત નગીનલાલ રાઠોડે (રહે.અમલસાડ પલ એપાર્ટમેન્‍ટ તા.ગણદેવી જી.નવસારી) ની ફરિયાદમાં પોલીસે અકસ્‍માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Related posts

ભાજપ વલસાડ જિલ્લા-પારડી શહેર દ્વારા પારડી ખાતે યોજાયો નિઃશુલ્‍કᅠમેગા મેડિકલ ચેકઅપ કેમ્‍પᅠ

vartmanpravah

વાપીથી એરગન રાખનાર ઈસમને એલસીબીની ટીમે ઝડપી પાડયો

vartmanpravah

કોઈપણ વ્‍યક્‍તિ બાળકનો ઉપયોગ ભીખ માંગવા માટે કરે તો દંડ સહિત સજાને પાત્ર થશે

vartmanpravah

ટિકિટની કાળાબજારી કરનારાઓ પર રેલવેની લાલ આંખ, એક વર્ષમાં આટલાં લોકોની કરી ધરપકડ

vartmanpravah

વિલેજ એડોપ્‍શન કાર્યક્રમ અંતર્ગત સેલવાસના રાંધામાં નમો મેડિકલ કોલેજ દ્વારા યોજાઈ મેગા આરોગ્‍ય શિબિર

vartmanpravah

આંટિયાવાડ ગ્રામ પંચાયત ખાતે સરપંચ ઉર્વશીબેન પટેલ સાથે મહારાષ્‍ટ્રના રાષ્‍ટ્રીય પ્રશિક્ષણ વિશેષ આમંત્રિત સભ્‍ય યોગીનીએ સદસ્‍યતા અભિયાનને આપેલો વેગ

vartmanpravah

Leave a Comment