October 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શતાબ્‍દી વર્ષમાં પ્રવેશેલ આર.એસ.એસ દ્વારા પારડી નગરમાં વિજ્‍યા દસમી ઉત્‍સવની ઉજવણી

પૂર્ણ ગણવેશ અને ઘોષ સાથે નીકળેલ પથ સંચાલન રહ્યું આકર્ષણનું કેન્‍દ્ર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.14: વિજયા દસમી એટલે અધર્મ પર ધર્મનો વિજય, વિજ્‍યા દસમી એ શક્‍તિની આરાધનાનું પર્વ છે. શક્‍તિ સંગઠનમાં છે અને સંગઠન ધ્‍યેય પૂર્વક સતત પ્રયત્‍ન કરવાથી થાય છે અને આ સંગઠન રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘની શાખા દ્વારા પ્રાપ્ત થાય છે.
વિજયા દશમી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘનો સ્‍થાપના દિવસ છે. 1925 માં ડો.કેશવરાવ હેડગેવાર દ્વારા સ્‍થાપિત આ સંઘ આજે 2024 માં 100 માં વર્ષમાં એટલે કે શતાબ્‍દી વર્ષમાં પ્રવેશ કરી રહ્યો છે.
પારડી નગર રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) દ્વારા તારીખ 13.10.2024 ના રોજ પારડીના ઐતિહાસિક તળાવ કિનારે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલ ઉધાન ખાતે સાંજે 5:30 કલાકે વિજ્‍યા દશમીનો ઉત્‍સવ રાખવામાં આવ્‍યો હતો.
આ વિજયા દસમી ઉત્‍સવમાં મુખ્‍ય મહેમાનતરીકે પધારેલ એડવાન્‍સ કૂલિંગ ટાવર પ્રા.લિ. પારડી જીઆઇડીસીના ચેરમેન ત્રિલોકભાઈ એચ. મિષાીએ આ પ્રસંગે પોતાના વક્‍તવ્‍યમાં હિંદુ સમાજને આ રાષ્‍ટ્રવાદી સંગઠનને તન, મન અને ધનથી સહકાર આપવાનું આહવાન કર્યું હતું.
આ ઉપરાંત આ ઉત્‍સવના મુખ્‍ય વક્‍તા મુકુંદભાઈ જોગિયા નવસારી વિભાગના રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘ (આરએસએસ) ના પ્રચારકે સમગ્ર હિન્‍દુ સમાજને જાતિ, પંથ, ભાષા અને સંપ્રદાયના વાડામાંથી નીકળી દેશની સમસ્‍યાના ઉકેલ માટે સંગઠિત થવા આહવાન કર્યું હતું.
આ કાર્યક્રમ પહેલા 4:00 વાગ્‍યે 75 જેટલા સ્‍વયંસેવકો સાથે પારડી નગરમાં પથ સંચાલનનું આયોજન સંપૂર્ણ ગણવેશ અને ઘોષ સાથે કરવામાં આવ્‍યું હતું. આ સંચાલન સમગ્ર નગરજનોએ નિહાળતા આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યું હતું.
કાર્યક્રમ બાદ ઉપસ્‍થિત સ્‍વયંસેવકો, મહેમાનો તથા નગરજનોએ શષા પૂજન કર્યું હતું.
પારડી નગરના કાર્યવાહ મનીષભાઈ રાણાએ આભારવિધિ નિભાવી હતી.

Related posts

નવસારી અને સુરતના કાઉન્‍સિલરને સારી કામગીરી બદલ અભયમ ટીમ દ્વારા સન્‍માનિત કરાયા

vartmanpravah

જે.કે. લક્ષ્મી સિમેન્‍ટના સ્‍થાપક સ્‍વ. હરિશંકર સિંઘાનીયાની 91મી જન્‍મ જયંતિએ વાપીની એજન્‍સી ગોપી એન્‍ટરપ્રાઈઝ દ્વારા રક્‍તદાન શિબિર યોજાઈ

vartmanpravah

કપરાડાના પ્રાધ્‍યાપિકાનું કાછલની સરકારી કૉલેજમાં વક્‍તવ્‍ય યોજાયું

vartmanpravah

કપરાડાની અસલકાંટી કેન્‍દ્રની શાળાઓમાં માતા-પિતા વિનાના 80 બાળકોને શૈક્ષણિક કીટ અપાઈ

vartmanpravah

જે પિતૃનું શ્રાદ્ધ કરવામાં નથી આવતું તે અતૃપ્ત અવસ્‍થામાં પાછા જાય છે અને મનોમન ઉદાસ બની જાય છે તેનું વિપરીત પરિણામ કુટુંબને ભોગવવું પડતું હોય છે

vartmanpravah

વલસાડમાં જાનૈયા બન્‍યા ગુંડા : કાર પાર્કિંગ મામલે નનકવાડામાં જઈ યુવાનને ઢોર માર માર્યો

vartmanpravah

Leave a Comment