October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે પાટા ક્રોસ કરતા લોકોને જાગૃત કરવા માટે યમદૂતનો નુક્કડ કાર્યક્રમ યોજાયો

રેલવે લાઈન ક્રોસ કરવી ગુનો છે, ક્‍યારેક યમદૂત આવી જીવ લઈ શકે છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.14: વાપીથી સુરત વચ્‍ચે રેલવે લાઈન હજારો લોકો નિયમિત ક્રોસ કરતા રહે છે. જેને લઈ સેંકડો લોકોના જીવ ગયા છે. તેથી લોકોમાં જાગૃતિ લાવવા માટે રેલવે વિભાગ દ્વારા યમદૂતના નુક્કડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહ્યું છે. થોડા દિવસ પહેલા વલસાડ સ્‍ટેશન ઉપર પણ યમદૂત નુક્કડનો કાર્યક્રમ યોજાયો હતો. આજે વાપી રેલવે સ્‍ટેશન ઉપર યોજવામાં આવ્‍યો હતો.
રેલવે વિભાગ દ્વારા રેલવે લાઈન ક્રોસ કરતા લોકોની જાગૃતિ માટે યમદૂત કલાકાર દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવી રહ્યા છે. વાપી રેલવે સ્‍ટેશન ઉપર રેલવે લાઈન ક્રોસ કરી રહેલા લોકોને અટકાવી યમરાજે સમજાવ્‍યા હતા. મોત પૂછીને આવતી નથી, રેલવે ક્રોસ કરતી વખતે અચાનક ગાડીઓ આવી જાય છે ને મોતને ભેટવું પડે છે. તેવો જાહેર સંદેશ યમરાજા આપી રહ્યા હતા. તેમણે પાટા ક્રોસ નહીકરવાની સાથે સાથે ગંદકી નહી કરવાની પણ સલાહ આપી હતી. રેલવે જીઆરપી અધિકારી તથા રેલવેના અધિકારીઓએ લોકોને સમજાવ્‍યા હતા કે રેલવે લાઈન ક્રોસ કરવી કાનુની કલમ 145 બી હેઠળ ગુનો બને છે અને કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે.

Related posts

લોકસભાની ચૂંટણી સંદર્ભે વાપીમાં પોલીસ અને આર.પી.એફ.ના જવાનોએ ફલેગ માર્ચ કરી

vartmanpravah

જેસીઆઈ નવસારીના 58મા ઈન્‍સ્‍ટોલેશન સેરેમનીમાં નવા પ્રમુખની વરણી કરાઈ

vartmanpravah

વાપી ભડકમોરાથી દેશી તમંચા સાથે એસ.ઓ.જી.એ એકને ઝડપી પાડયો

vartmanpravah

વલસાડ પોલીસે માનવતા મહેકાવી: વલસાડ જિલ્લા પોલીસ દ્વારા એલએન્ડટી કન્સ્ટ્રકશનના સહયોગથી મફતમાં હેલ્મેટ વિતરણ કરાયા

vartmanpravah

શ્રી જય અંબે સૌરાષ્‍ટ્ર મહિલા મંડળ વાપી દ્વારા સેમિ ક્‍લાસિકલ ડાન્‍સ સ્‍પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

વાપી વિસ્‍તારમાં નવા બનાવાયેલ રોડોએ માત્ર 15 દિવસમાં જવાબ આપી દીધો : ઠેર ઠેર ખાડા પડવાનું શરૂ

vartmanpravah

Leave a Comment